22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

ટ્રમ્પને સેનેટની મંજૂરી વિના વેનેઝુએલા સામે લશ્કરી કાર્યવાહી કરવાથી પ્રતિબંધિત..ઠરાવ રજૂ કરાયો…


ગુરુવારે યુએસ સેનેટમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.. જે પસાર થશે તો યુએસ પ્રમુખ ટ્રમ્પ સેનેટની મંજૂરી વિના વેનેઝુએલા સામે વધુ કોઈ લશ્કરી કાર્યવાહી કરી શકશે નહીં.મીડિયા અહેવાલો અનુસાર, ઠરાવ 52-47 મતથી પસાર થયો..જેમાં બધા ડેમોક્રેટિક અને કેટલાક રિપબ્લિકન સાંસદોએ તેનું સમર્થન કર્યું. આ મુદ્દા પર હવે સેનેટમાં ચર્ચા થશે.

આ યુએસ સેનેટ ઠરાવ વેનેઝુએલાના તેલ નિકાસને નિયંત્રિત કરવાના ટ્રમ્પના ઇરાદા માટે આંચકો સાબિત થઈ શકે છે.આ ઠરાવ કેન્ટુકીના રિપબ્લિકન સેનેટર રેન્ડ પોલે રજૂ કર્યો હતો.આ ઠરાવ પર હવે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચર્ચા કરવામાં આવશે.આવતા અઠવાડિયે મતદાન થઈ શકે છે.જોકે સેનેટ પસાર થયા પછી પણ આ ઠરાવને નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની મંજૂરીની જરૂર પડશે.ગયા મહિને નીચલા ગૃહમાં સમાન ઠરાવ પસાર થવામાં નિષ્ફળ ગયો. આ ઠરાવને રાષ્ટ્રપતિ દ્વારા વીટો કરી શકાય છે.

વેનેઝુએલાની સરકાર રાજકીય કેદીઓને મુક્ત કરશે

વેનેઝુએલાની સરકારે મોટી સંખ્યામાં રાજકીય કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી..સરકાર આ નિર્ણયને શાંતિ જાળવવા માટે એકપક્ષીય પહેલ ગણાવી રહી છે.. પરંતુ તેને વિપક્ષ અને યુનાઇટેડ સ્ટેટ્સના દબાણ સાથે પણ જોડી રહી છે. વેનેઝુએલાના સંસદના વડા, જોર્જ રોડ્રિગ્ઝે જણાવ્યું કે, સરકાર નોંધપાત્ર સંખ્યામાં રાજકીય કેદીઓને મુક્ત કરી રહી છે. જેમાં વેનેઝુએલાના નાગરિકો અને વિદેશી કેદીઓનો સમાવેશ થાય છે.તેમણે જણાવ્યું કે આ પગલું દેશમાં શાંતિ, સ્થિરતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.તેમના મતે કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -