સારા અર્જુન બની ગઈ સૌથી લોકપ્રિય સ્ટાર
રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર” રિલીઝ થયાના એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યુ છે..ફિલ્મની સફળતાએ કલાકારોની લોકપ્રિયતામાં પણ વધારો કર્યો છે.”ધુરંધર”ની સફળતાથી માત્ર રણવીર સિંહ અને અક્ષય ખન્ના જ નહીં..પરંતુ ફિલ્મની મુખ્ય અભિનેત્રી સારા અર્જુનને પણ ફાયદો થયો છે.આ જ કારણ છે કે સારા આ અઠવાડિયે IMDb ની લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે..પ્રભાસ અને થલપતિ વિજય જેવી અનેક અગ્રણી હસ્તીઓને પાછળ છોડી દીધી છે.
IMDb એ તેની સાપ્તાહિક લોકપ્રિયતા રેન્કિંગ જાહેર કર્યા છે..જે વિશ્વભરના લાખો ચાહકોના પેજ વ્યૂ અને યુઝર એન્ગેજમેન્ટના આધારે નક્કી કરવામાં આવે છે.ગયા અઠવાડિયે બીજા સ્થાને રહેલી સારા અર્જુન હવે ટોચના સ્થાને પહોંચી ગઈ છે.તેણીએ થલપતિ વિજય, પ્રભાસ અને અગસ્ત્ય નંદા સહિત ભારતીય સિનેમાના કેટલાક મોટા નામોને પાછળ છોડી દીધા છે.તેની સફળતા મોટાભાગે “ધુરંધર”ને આભારી છે.
IMDb એ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, “આ અઠવાડિયાની લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં તમારા મનપસંદ સ્ટાર્સને ઓળખો. આ યાદી “પોપ્યુલર ઇન્ડિયન સેલિબ્રિટીઝ” દ્વારા રજૂ કરવામાં આવી છે.. જે IMDb પર એક સાપ્તાહિક ફીચર છે જે વૈશ્વિક સ્તરે ટ્રેન્ડિંગ ભારતીય સ્ટાર્સનું પ્રદર્શન કરે છે. જેમાં અભિનેતાઓ, દિગ્દર્શકો, સિનેમેટોગ્રાફરો, લેખકો અને વધુનો સમાવેશ થાય છે..હંમેશની જેમ, આ યાદી વિશ્વભરના 20 મિલિયનથી વધુ ચાહકો દ્વારા નક્કી કરવામાં આવે છે.”
થલાપતિ વિજય આઠમા ક્રમે..અગસ્ત્ય નંદા 12મા ક્રમે
“ધુરંધર”ના દિગ્દર્શક આદિત્ય ધર ગયા અઠવાડિયે ત્રીજા ક્રમે આવ્યા બાદ યાદીમાં બીજા ક્રમે છે. અઠવાડિયાના અન્ય લોકપ્રિય સ્ટાર્સમાં થલાપતિ વિજય આઠમા ક્રમે અને અગસ્ત્ય નંદા 12મા ક્રમે છે. ભાગ્યશ્રી બોરસે 15મું, સિબી ચક્રવર્તી 16મું, યામી ગૌતમ 17મું, પ્રભાસ 19મું અને શ્રીરામ રાઘવન 22મું સ્થાન મેળવ્યું.. જ્યારે તારા સુતરિયા 24મું..દિનજીથ અય્યાથાન 27મું, નિવિન 30મું અને સિમર ભાટિયા 42મું સ્થાન મેળવ્યું હતુ..
- Advertisement -
- Advertisement -