વિખરાયેલા વાળ..હાથમાં તલવાર..અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ફિલ્મ “ધ બ્લફ”ના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા..
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ “ધ બ્લફ” માં કાર્લ અર્બન સાથે એક્શન કરતી જોવા મળશે…અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર “ધ બ્લફ” ના કેટલાક ફોટા શેર કર્યા છે..જેમાં તે સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે..પ્રિયંકા ચોપરાના આ ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે..અને તેના લુકથી ચાહકોમાં ફિલ્મ જોવા માટે ઉત્સાહ વધી ગયો છે.
પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં તે એર્સેલ બોડેનનું પાત્ર ભજવે છે.આ પાત્ર “બ્લડ મેરી” તરીકે ઓળખાતા ચાંચિયાથી પ્રેરિત છે.ફોટામાં પ્રિયંકા ચોપરા પણ ચાંચિયાના લુકમાં જોવા મળી. હાથમાં તલવાર અને તેના વાળ વિખરાયેલા છે.. પ્રિયંકા ખૂબ જ ક્લાસી લાગે છે.બીજા ફોટામાં અભિનેત્રી લોહીથી લથપથ અને બંદૂક પકડીને છે.કેટલાક અન્ય ફોટામાં બીચ પણ દેખાય છે.. અને ફિલ્મના ડિરેક્ટર ફ્રેન્ક ઇ.ફ્લાવર્સ પણ જોવા મળે છે.
ક્યારે ફિલ્મ રિલીઝ થશે ?
પ્રિયંકા ચોપરાની ફિલ્મ 25 ફેબ્રુઆરીના રોજ પ્રાઇમ વિડીયો પર પ્રીમિયર થશે. ફિલ્મમાં દર્શકો ચાંચિયાઓના સાહસનો અનુભવ કરશે..જેમાં ચાંચિયાઓના ઘેરા અને એક્શનથી ભરપૂર પાસાને દર્શાવવામાં આવશે. “ધ બ્લફ” “બ્લડ મેરી”ના જીવનને દર્શાવે છે.તે કેવી રીતે તેના હિંસક ભૂતકાળને પાછળ છોડીને ફરી શરૂઆત કરવા માટે સંઘર્ષ કરે છે.અને તે તેના જીવનમાં પડકારોનો સામનો કેવી રીતે કરે છે.અભિનેત્રીના વિશિષ્ટ દેખાવે પણ દર્શકોને આકર્ષ્યા છે.ચાહકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
- Advertisement -