23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

હાઇકોર્ટ : સંમતિથી છૂટાછેડામાં છ મહિનાનો “વેઈટિંગ પિરિયડ” ફરજિયાત નથી..


હિન્દુ મેરેજ એક્ટ હેઠળ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા દંપતીઓ માટે ગુજરાત હાઇકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે..જસ્ટિસ સંગીતા કે. વિશેણ અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠે સ્પષ્ટ કર્યુ કે જો પતિ પત્ની વચ્ચે પુનઃમિલનનો કોઈ અવકાશ ન હોય તો છ મહિનાનો કુલિંગ ઓફ પિરિયડ (રાહ જોવાનો સમયગાળો )જતો કરી શકાય છે..અદાલતે ઠરાવ્યું હતું કે આ સમયગાળો ફરજિયાત નથી.. અને ન્યાયના હિતમાં માફ કરી શકાય છે..

એક દંપતીના લગ્ન ડિસેમ્બર 2023 માં થયા હતા.પરંતુ વૈચારિક મતભેદોને કારણે તેઓ જાન્યુઆરી 2024 થી અલગ રહેતા હતા..બંને એક પરસ્પર સંમતિથી કલમ 13(બી) હેઠળ અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.જો કે ફેમિલી કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી..છ મહિનાનો સમયગાળો એ માત્ર ઔપચારિકતા નથી..પણ સુધારાની તક છે..અને અરજદારોએ આ પિરિયડ માફ કરવાની અલગથી અરજી કરી નથી.ફેમિલી કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવતા ખંડપીઠે અવલોકન કર્યું હતુ કે,,પક્ષકારો લાંબા સમયથી અલગ રહેતા કરતા હોય અને તેમના જોડાવાની કોઈ શક્યતા ન હોય ત્યારે છ મહિનાનો સમયગાળો આગ્રહ રાખવો એ તેમની વેદના લંબાવવા સમાન છે..હાઇકોર્ટે અમદાવાદ ફેમિલી કોર્ટનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો..અને દંપત્તિને બે અઠવાડિયામાં કુલિંગ ઓફ પિરિયડ જતો કરવાની અરજી કરવાની તક આપી હતી. હાઇકોર્ટ નિર્દેશ આપ્યો હતો કે,, ફેમિલી કોર્ટ કાયદા અનુસાર પ્રક્રિયા પૂર્ણ કરી તેમના છૂટાછેડા અંગે વહેલી તકે નિર્ણય લેવો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -