23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

અમેરિકાના મેરીલેન્ડમાં ભારતીય મૂળની નિકિતા ગોદિશાની હત્યા..પૂર્વ બોયફ્રેન્ડ પર શંકા


અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં 27 વર્ષીય ભારતીય મહિલા નિકિતા ગોદિશાની હત્યા નોંધાઈ છે.પોલીસે આરોપ લગાવ્યો છે કે, નિકિતાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અર્જુન શર્માએ ગુનો કર્યો હતો. અને ત્યારબાદ ભારત ભાગી ગયો હતો.

કેસ કેવી રીતે સામે આવ્યો?

હોવર્ડ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર, નિકિતા ગોદિશા એલિકોટ સિટીની રહેવાસી હતી. અને 2જી જાન્યુઆરીએ ગુમ થઈ ગઈ હતી.તપાસ દરમિયાન પોલીસે મેરીલેન્ડના કોલંબિયામાં અર્જુન શર્માના એપાર્ટમેન્ટમાંથી નિકિતાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. શરીર પર છરાના અનેક ઘા મળી આવ્યા હતા. જેનાથી હત્યાની શંકા ઉભી થઈ હતી.

પૂર્વ બોયફ્રેન્ડે ગુમ વ્યક્તિનો રિપોર્ટ દાખલ કર્યો

આશ્ચર્યજનક રીતે અર્જુન શર્માએ પોતે ગુમ વ્યક્તિનો રિપોર્ટ દાખલ કર્યો હતો.તેણે પોલીસને જણાવ્યું કે તેણે છેલ્લે 31 ડિસેમ્બરની સાંજે નિકિતાને તેના એપાર્ટમેન્ટમાં જોઈ હતી.જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, અર્જુન 2જી જાન્યુઆરીએ રિપોર્ટ દાખલ કર્યા પછી તરત જ અમેરિકા છોડીને ભારત ગયો હતો..જેનાથી તેની સામે શંકા વધુ મજબૂત બની હતી.

તપાસકર્તાઓનું માનવું છે કે 31 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યા પછી નિકિતાની હત્યા કરવામાં આવી હતી.પોલીસે અર્જુન શર્મા વિરુદ્ધ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી મર્ડર માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે.શંકાસ્પદ વ્યક્તિને શોધવા માટે યુએસ ફેડરલ એજન્સીઓ સાથે સંકલન ચાલુ છે.

પરિવાર સાથે સંપર્કમાં ભારતીય દૂતાવાસ

વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, તે નિકિતાના પરિવાર સાથે સંપર્કમાં છે અને તેમને તમામ શક્ય કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહ્યું છે.દૂતાવાસ સ્થાનિક યુએસ અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે. હાલમાં, હત્યા પાછળનો વાસ્તવિક હેતુ જાહેર થયો નથી. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને આરોપીને શક્ય તેટલી વહેલી તકે પકડવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -