22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

ધુરંધર’ની સફળતા બાદ રણવીરસિંહ અને દીપિકાએ ન્યૂયોર્કમાં મેચની મજા માણી..ફોટા વાયરલ થયા


રણવીરસિંહનું નસીબ હાલમાં ચમકી રહ્યું છે.તેની ફિલ્મ ‘ધુરંધર’ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર છે.તે તેના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મની સફળતા વચ્ચે રણવીર તેની પત્ની દીપિકા સાથે ક્વોલિટી સમય વિતાવી રહ્યો છે.

રણવીર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા.કપલ મેચિંગ બ્લેક આઉટફિટમાં પોઝ આપતો જોવા મળી રહ્યો છે.દીપિકા બ્લેક લેધર જેકેટ પહેરેલી જોવા મળી રહી છે.તેણે મેટ પિંક લિપસ્ટિક અને આઈ મેકઅપથી પોતાનો લુક પૂર્ણ કર્યો છે.રણવીર બ્લેક જેકેટ,,મેચિંગ કેપ અને બ્લેક સનગ્લાસ પહેરેલો જોવા મળી રહ્યો છે.

‘ધુરંધર’ માટે બોક્સ ઓફિસ કલેક્શન

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલાથી જ ₹700 કરોડની કમાણી કરી ચૂકી છે.આ ફિલ્મે વિશ્વભરમાં ₹1000 કરોડ ક્લબમાં પણ પ્રવેશ કર્યો છે.શનિવારે ફિલ્મે થિયેટરોમાં 30 દિવસ પૂર્ણ કર્યા. ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ₹759.50 કરોડ સુધી પહોંચી ગયું છે.રણવીર સિંહ ‘ધુરંધર’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે.તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, નિર્માતાઓ સાથે અમુક શરતો પર મતભેદોને કારણે તેને ‘ડોન 3’ માંથી દૂર કરવામાં આવ્યો છે.

દીપિકા શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’ માં જોવા મળશે.રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન 2018 માં થયા હતા.2024 માં આ દંપતીએ તેમના પહેલા બાળક પુત્રી દુઆને જન્મ આપ્યો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -