ભારતે શ્રીલંકાને 5-0થી ક્લીન સ્વીપ કર્યું
ભારતીય મહિલા ટીમે પાંચમી T20I મેચ 15 રનથી જીતી.આ સાથે ભારતે પાંચ મેચની T20I શ્રેણીમાં 5-0થી જીત મેળવી અને શ્રીલંકાને ક્લીન સ્વીપ કરી.પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 175 રન બનાવ્યા.જવાબમાં, શ્રીલંકા તેમના નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે 160 રન જ બનાવી શક્યું.શ્રીલંકા માટે હસિની પરેરા અને ઇમિશા દુલાનીએ અડધી સદી ફટકારી.પરંતુ ટીમ જીત મેળવવામાં નિષ્ફળ રહી.આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમે ઘરઆંગણે 5-0થી વિજય મેળવ્યો છે.
ઇમિશા-હસિનીની ઉત્તમ ભાગીદારી
ભારત સામે લક્ષ્યનો પીછો કરતી વખતે કેપ્ટન ચમારી અટાપટ્ટુ સસ્તામાં આઉટ થઈ ગઈ.અરુંધતી રેડ્ડીએ કેપ્ટન ચમારી અટાપટ્ટુને આઉટ કરીને શ્રીલંકાને પહેલો ફટકો આપ્યો.અટાપટ્ટુ પાંચ બોલમાં બે રન બનાવીને આઉટ થઇ.. જોકે, હસિની અને ઇમિષાએ ત્યારબાદ ઇનિંગ્સને સ્થિર કરીને પાવરપ્લે સુધી વધુ વિકેટ પડતી અટકાવી. શરૂઆતના પછાડા બાદ હસિની પરેરા અને ઇમિષાએ શ્રીલંકાની ઇનિંગ્સને એકસાથે પકડી રાખી હતી. હસિની અને ઇમિષાએ બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ પૂર્ણ કરી.ઇમિષાએ પણ 38 બોલમાં પોતાનો અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો.ત્યારબાદ અમનજોતે ભાગીદારી તોડી હતી.અમનજોત કૌરે પોતાની પહેલી ઓવરના પહેલા બોલે ઇમિષા દુલાનીને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી.ઇમિષાએ 39 બોલમાં આઠ ચોગ્ગા સહિત 50 રન બનાવ્યા.ઇમિષા અને હસિનીએ બીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી..
શ્રીલંકાની ઇનિંગ્સ ડગમગી ગઈ
ઇમિશાના આઉટ થયા બાદ હસિનીએ પણ અડધી સદી ફટકારી હતી..જોકે, ભારતે શ્રીલંકા પર સતત દબાણ બનાવ્યું.હસિનીએ 42 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગા સહિત 65 રન બનાવ્યા. હસિની અને ઇમિષા સિવાય, શ્રીલંકાના અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. જેના પરિણામે હાર થઈ.ભારત તરફથી દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, સ્નેહ રાણા, વૈષ્ણવી શર્મા, શ્રી ચરાણી અને અમનજોત કૌરે એક-એક વિકેટ ઝડપી હતી.
- Advertisement -
- Advertisement -