મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપ વહેલી સવારે આવ્યો હતો.સદનસીબે, તેની ઓછી તીવ્રતાને કારણે કોઈ મોટું નુકસાન થયું નથી.
ભૂકંપ સવારે 6 વાગ્યા પહેલા આવ્યો હતો.. જ્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા.કેટલાક વિસ્તારોમાં, ભૂકંપ અનુભવાતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હતું.સામાન્ય રીતે છીછરા ભૂકંપના આંચકા વધુ સ્પષ્ટ રીતે અનુભવાય છે. 3.5 ની તીવ્રતાનો ભૂકંપ “હળવા” શ્રેણીમાં આવતો હોવાથી ઇમારતોને મોટા નુકસાનનું જોખમ ઓછું હોય છે.
- Advertisement -
- Advertisement -