બે પત્નીઓ એક બેરોજગાર પતિ માટે માથાનો દુખાવો બની, પોતાના મોતનું ખોટુ નાટક રચ્યું
ઉત્તરાખંડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી.જ્યાં બે પત્નીઓ વચ્ચે ફસાયેલા એક યુવકે મોતનું ખોટું નાટક રચ્યું..પતિ લગભગ 19 દિવસ સુધી ગુમ રહ્યો..તે દરમિયાન ઉત્તરાખંડ પોલીસે તેને શોધ્યો.જો કે પતિ બાદમાં દિલ્હીમાંથી સુરક્ષિત મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે પુરુષ બે લગ્ન અને બેરોજગારીથી પરેશાન હતો.તે તેની બીજી પત્નીથી છૂટકારો મેળવવા માંગતો હતો. તેથી તેણે તેની પોતાના મોતનું નાટક રચ્યું હતુ.
નૈનીતાલથી ગુમ થયો પતિ
દક્ષિણ દિલ્હીના સમલખા ગામનો રહેવાસી મનોજ કુમાર તેની પત્ની સાથે અલ્મોરા જિલ્લાના રાનીખેતમાં રહેતો હતો.તેની પત્ની શિક્ષકા છે.મનોજ 8 ડિસેમ્બરે કોઈ કામ માટે નૈનીતાલ ગયો હતો.. પરંતુ ઘરે પાછો ફર્યો નહીં.વારંવાર પ્રયાસ કરવા છતાં તેનો સંપર્ક થઈ શક્યો નહીં અને તેનો ફોન બંધ હતો.. ત્યારે તેની પત્નીએ 9 ડિસેમ્બરે પોલીસને જાણ કરી.
સ્કૂટર ખાડામાં મળી આવતા શંકા વધી
તપાસ દરમિયાન, પોલીસને બાગેશ્વર જિલ્લાના પાન્યાલી નજીક ખાડામાં મનોજનું સ્કૂટર પડેલું મળ્યું. આનાથી તેમને અકસ્માત કે જંગલી પ્રાણીના હુમલાની શંકા થઈ. સ્કૂટર શોધવા છતાં, તેઓ મનોજને શોધી શક્યા નહીં. પોલીસે તે વ્યક્તિ પર નજર રાખી અને શોધ ચાલુ રાખી..આશરે 19 દિવસ પછી મનોજના મોબાઇલ ફોનનું સ્થાન બિજવાસન દિલ્હીમાં ટ્રેસ થયું હતુ..
દિલ્હીમાં સુરક્ષિત રીતે મળી
માહિતી મળતાં, ઉત્તરાખંડ પોલીસે કાર્યવાહી કરીને મનોજને દિલ્હીથી સુરક્ષિત રીતે શોધી કાઢ્યો. પોલીસના જણાવ્યા મુજબ તે ગુપ્ત રીતે ત્યાં રહેતો હતો.તપાસમાં એ પણ બહાર આવ્યું કે મનોજે અગાઉ બીજા ધર્મની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા.. જેની સાથે તેનો એક પુત્ર હતો. બાદમાં, પરિવારના દબાણ હેઠળ, તેણે 2019 માં એક શિક્ષકા સાથે ફરીથી લગ્ન કર્યા હતા.. જેની સાથે તેનો બીજો પુત્ર છે. બંને પત્નીઓ એકબીજાથી અજાણ હતી.
બીજી પત્નીથી બચવા માટે ખોટો નાટક કર્યુ..
પોલીસનું કહેવું છે કે મનોજ તેની બીજી પત્નીથી છૂટકારો મેળવવા માંગતો હતો. આ કારણોસર તેણે તેનું સ્કૂટર ખાડામાં ફેંકી દીધું અને દિલ્હી ગયો જેથી લોકો માને કે તે મરી ગયો છે.પોલીસ હવે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી…
- Advertisement -
- Advertisement -