તલોદ: પોલીસે કરમીપુરાના ખેતરમાંથી ગાંજાના પાંચ છોડ સાથે ખેડૂતને ઝડપી પાડયો

તલોદ તાલુકાના કરમીપુરા ગામના એક ખેડૂતના ખેતરમાંથી તલોદ પોલીસે બાતમીના આધારે ગાંજાના પાંચ છોડ ઝડપી પાડયા હતા..પોલીલે કુલ રૂપિયા 13 લાખ 70 હજાર 500નો મુદ્દામાલ ઝડપીને એક શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી..
તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર ચેતનસિંહ રાઠોડને બાતમી મળી હતી કે તલોદ તાલુકાના કરમીપુરા ગામના દીપસંગ પરબતજી મકવાણાના માલિકીના પરબિયા વાળા ખેતરમાં વરિયાળીના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કર્યુ છે..જો કે બાતમી આધારે પી.આઈ.ચેતનસિંહ રાઠોડની રાહબરી હેઠળ તલોદ પોલીસની ટીમે દરોડો પાડી દીપસિંહ પરબતજીના વરિયાળીના ખેતરમાંથી લીલા ગાંજાના પાંચ છોડ ઝડપી લઈને આરોપી દીપસિંહને દબોચી લીધો હતો.
આ અંગે તલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ.રાયઝાદાએ આરોપી દિપસિંહ પરબત જી.મકવાણા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હોવા બાબતે ફરિયાદ આપતા તલોદ પોલીસે આરોપી દિપસિંહ પરબતજી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજાના પાંચ છોડ કબજે કર્યા હતા.પોલીસે કુલ રૂપિયા 13,70,500 ની રકમનો મુદ્દામાલ કબજે કરી આરોપી દીપસિંહની ધરપકડ કરી હતી..
- Advertisement -
- Advertisement -