31 C
Ahmedabad
Tuesday, March 31, 2026

તમિલનાડુ: ભયાનક અકસ્માતમાં નવ લોકોનાં મોત; CM સ્ટાલિને શોક વ્યક્ત કર્યો


તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે.આ દુ:ખદ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.અકસ્માત બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જતી રાજ્ય પરિવહન નિગમની બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહી હતી.. ત્યારે આ અકસ્માત થયો હતો. અચાનક ટાયર ફાટવાથી ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો.અનિયંત્રિત બસ રોડ ડિવાઈડર પર ચઢી ગઈ.. તેને ઓળંગી ગઈ અને વિરુદ્ધ દિશામાં ચાલી ગઇ હતી..

ખોટી દિશામાં વળ્યા પછી બસ ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જતી એસયુવી અને કાર સાથે સામસામે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ખાનગી વાહનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.પ્રારંભિક માહિતીમાં પુષ્ટિ મળી છે કે તેમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત થયા હતા. અકસ્માતમાં બસ અને અન્ય વાહનોમાં સવાર ઘણા મુસાફરો ઘાયલ થયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ઘાયલોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.. અને તેમની સારવાર ચાલી રહી છે.પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં બસમાં ટાયર ફાટવાનું કારણ બહાર આવ્યું છે..જોકે વિગતવાર તપાસ ચાલી રહી છે. પરિવહન વિભાગને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે.અકસ્માત બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થયો હતો..પરંતુ ત્યારબાદ તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -