BSFમાં 10 પાસ ખેલાડીઓની ભરતી..549 જગ્યાઓ ભરાશે
દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ રમત પ્રતિભાઓ માટે એક મહત્વપૂર્ણ તકની જાહેરાત કરી છે.BSF કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2025 હેઠળ કુલ 549 જગ્યાઓ પર નિમણૂક માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે.આ ભરતી ખાસ કરીને એવા ખેલાડીઓ માટે કરવામાં આવી રહી છે.જેમણે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.
આ ભરતી અભિયાન માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 27 ડિસેમ્બર 2025 થી શરૂ થશે.લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 15 જાન્યુઆરી 2026 સુધી BSFની અધિકૃત ભરતી વેબસાઇટ દ્વારા તેમની અરજીઓ સબમિટ કરી શકશે.નિયત તારીખ પછી કોઈપણ માધ્યમથી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
10 પાસ ખેલાડીઓને મોટી તક
આ ભરતીની ખાસ વાત એ છે કે શૈક્ષણિક લાયકાત તરીકે માત્ર 10મું પાસ ફરજિયાત કરવામાં આવ્યું છે.આવા ખેલાડીઓ, જેમણે અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.. તેમના માટે કાયમી અને સન્માનજનક સરકારી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે.
BSF કોન્સ્ટેબલ GD સ્પોર્ટ્સ ક્વોટા ભરતી હેઠળ 30 થી વધુ રમતગમતની શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, કુસ્તી, હોકી, ફૂટબોલ, કબડ્ડી, વોલીબોલ, શૂટિંગ, સ્વિમિંગ, યોગ અને અન્ય ઘણી રમતોનો સમાવેશ થાય છે. જેથી વિવિધ રમતોના પ્રતિભાશાળી ખેલાડીઓને સમાન તકો મળી શકે.
પોસ્ટ્સનું વર્ગીકરણ
કુલ 549 જગ્યાઓમાંથી 277 પોસ્ટ પુરૂષ ખેલાડીઓ માટે અને 272 પોસ્ટ મહિલા ખેલાડીઓ માટે નિર્ધારિત કરવામાં આવી છે..પોસ્ટ્સનું રમતગમત મુજબનું વિતરણ એવી રીતે કરવામાં આવ્યું છે કે લગભગ તમામ મુખ્ય રમતોના સહભાગીઓને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળે.
વય મર્યાદા અને આરક્ષણ
આ ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 18મી ઑગસ્ટ 2025ના રોજ કરવામાં આવશે.સરકારના નિયમો અનુસાર આરક્ષિત વર્ગોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની વધારાની છૂટછાટ મળશે અને OBC (નોન-ક્રિમી લેયર) કેટેગરીને 3 વર્ષની વધારાની છૂટછાટ મળશે.
પગાર અને અન્ય લાભો
પસંદગી પામેલા ઉમેદવારોને પે લેવલ-3 હેઠળ રૂ. 21,700 થી રૂ. 69,100 પ્રતિ માસનો પગાર આપવામાં આવશે.આ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા તમામ અનુમતિપાત્ર ભથ્થા જેવા કે મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, પરિવહન ભથ્થું અને નવી પેન્શન યોજનાનો લાભ પણ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
BSF કોન્સ્ટેબલ (GD) સ્પોર્ટ્સ ક્વોટા ભરતીની પસંદગી પ્રક્રિયા બહુવિધ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.સૌ પ્રથમ ઓનલાઈન અરજીઓ અને રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણી થશે.આ પછી, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અસલ શૈક્ષણિક અને રમતગમત સંબંધિત પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવશે. આ પછી, શારીરિક ધોરણ પરીક્ષણ (પીએસટી) હેઠળ ઊંચાઈ, વજન અને છાતીનું માપ લેવામાં આવશે.
જનરલ અને ઓબીસી કેટેગરીના પુરૂષ ઉમેદવારોએ 159 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. મહિલા ઉમેદવારો અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.
- Advertisement -
- Advertisement -