22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

ભૂતપૂર્વ આઈજીએ પોતાને ગોળી મારી,સુસાઈડ નોટમાં 8 કરોડ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો ઉલ્લેખ


પંજાબ પોલીસના ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) અમરસિંહ ચહલ, પંજાબના પટિયાલામાં તેમના ઘરે ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા.તેમના પરિવારે તેમને તાત્કાલિક સારવાર માટે પટિયાલાની પાર્ક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાલમાં ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે.તેમની હાલત નાજુક છે.પરિવારના સભ્યોએ જણાવ્યું કે, અમરસિંહ ચહલે પોતાને ગોળી મારી હતી.. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસને ઘટનાસ્થળેથી 12 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે.. જેમાં ઓનલાઈન છેતરપિંડીને કારણે આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ છે. જોકે, પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ કેસની તમામ ખૂણાઓથી તપાસ કરવામાં આવી રહી છે..કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા હકીકતોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, ફોરેન્સિક ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી છે.જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે.પરિવારના સભ્યો અને અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા પછી જ ઘટનાનું સાચું કારણ નક્કી થશે.પોલીસ હાલમાં સમગ્ર મામલા પર નજર રાખી રહી છે.

અમરસિંહ ચહલના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા..જેમાં તેમની સાથે ₹8 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.તેમણે 12 પાનાની સુસાઇડ નોટમાં આ વાતની વિગતો આપી હતી.તેમણે પંજાબ ડીજીપીને સંબોધીને આ બાબત પર તાત્કાલિક ધ્યાન આપવાની વિનંતી કરી.

નોંધનીય છે કે, અમરસિંહ ચહલ 2015ના ફરીદકોટ ગોળીબાર કેસમાં આરોપી છે.24 ફેબ્રુઆરી, 2023ના રોજ, એડીજીપી એલકે યાદવના નેતૃત્વમાં પંજાબ પોલીસની એક વિશેષ તપાસ ટીમે ફરીદકોટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.આ ચાર્જશીટમાં ચહલનું નામ સામેલ છે.ચાર્જશીટમાં પંજાબના અનેક અગ્રણી રાજકારણીઓના નામ પણ સામેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -