23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવ્યું.શ્રેણીમાં 2-1ની લીડ


ભારતીય ટીમે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20માં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી છે..

ભારતે ત્રીજી T20માં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી. બોલિંગના મજબૂત પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને 20 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ કરી દીધું હતુ..ત્યારબાદ ભારતે 15.5 ઓવરમાં ત્રણ વિકેટે 120 રન બનાવીને મેચ જીતી લીધી હતી..ભારત તરફથી અભિષેક શર્મા 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સહિત 35 રન બનાવ્યા હતા

ભારતે ફરી એકવાર પ્રયોગ કર્યો અને સૂર્યકુમારની જગ્યાએ ત્રીજા સ્થાને તિલક વર્માને ટીમમાં સામેલ કર્યો હતો..તિલક અને ગિલે બીજી વિકેટ માટે 32 રનની ભાગીદારી નોંધાવી હતી..પરંતુ માર્કો જાનસેન ગિલને બોલ્ડ કર્યો હતો.ગિલ 28 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થઇ ગયો હતો

કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર નિષ્ફળ ગયો અને 12 રન બનાવીને આઉટ થયો.તિલક અને શિવમ દુબેએ ભારતની જીતની ઔપચારિકતાઓ પૂર્ણ કરી. તિલક 34 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 25 રન બનાવીને અણનમ રહ્યો..શિવમ ચાર બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 10 રન બનાવીને અણનમ રહ્યો દક્ષિણ આફ્રિકા માટે લુંગી ન્ગીડી, માર્કો જાનસેન અને કોર્બિન બોશે એક-એક વિકેટ લીધી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -