દક્ષિણ આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું..શ્રેણી 1-1 થી બરાબર
દક્ષિણ આફ્રિકાએ બીજી T20I માં શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી.ડી કોકે જોરદાર બેટિંગ કરી હતી..જ્યારે બાર્ટમેનએ શાનદાર બોલિંગ કરી.
દક્ષિણ આફ્રિકાએ બીજી T20I માં ક્વિન્ટન ડી.કોકની શાનદાર બેટિંગ અને ત્યારબાદ ઓટેનલે બાર્ટમેનની શાનદાર બોલિંગને કારણે ભારતને 51 રનથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો..ડી કોકની શાનદાર અડધી સદીને કારણે દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા.. જવાબમાં ભારતીય ટીમ 19.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી દીધી છે.
ભારતની બેટિંગ નબળી રહી નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી. શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર મૌન રહ્યા.. ગિલ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં. અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો.. પરંતુ તેણે જલ્દી જ પોતાની વિકેટ ગુમાવી દીધી.ભારત માટે, ફક્ત તિલક વર્માએ સારી બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તિલક છેલ્લા બેટ્સમેન તરીકે આઉટ થયો. ભારત માટે, તિલક વર્માએ 34 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા..જીતેશ શર્માએ 27, અક્ષર પટેલે 21, હાર્દિક પંડ્યાએ 20 અને અભિષેક શર્માએ 17 રન બનાવ્યા હતા..દક્ષિણ આફ્રિકા માટે ઓટેનિલ બાર્ટમેને ચાર વિકેટ લીધી હતી..જ્યારે લુંગી ન્ગીડી, માર્કો જેનસેન અને લુથો સિપામલાએ બે-બે વિકેટ લીધી હતી..
- Advertisement -
- Advertisement -