33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

RJ મહવશ બોલીવુડમાં ડેબ્યૂ  કરવા તૈયાર..તેની પહેલી ફિલ્મ..તેઢી હૈ પર મેરી હૈની થઇ જાહેરાત


સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની ગર્લફ્રેન્ડ, RJ મહવશ, હવે બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તેની ડેબ્યૂ ફિલ્મ, ‘તેઢી હૈ પર મેરી હૈ’ ની જાહેરાત આજે કરવામાં આવી હતી.આ ફિલ્મ કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસોઝા દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.ફિલ્મની જાહેરાત કરતો એક જાહેરાત વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે.

કોરિયોગ્રાફર-દિગ્દર્શક રેમો ડિસોઝા જે ફિલ્મ રજૂ કરી રહ્યા છે.તેમણે જાહેરાત વિડીયો રિલીઝ કર્યો છે.આ વિડીયોમાં મુખ્ય ભૂમિકા ભજવતા જીતેન્દ્ર કુમારનો વોઇસઓવર છે.જીતેન્દ્ર કુમાર ગુલાબ હકીમનું પાત્ર ભજવશે.જ્યારે RJ મહવશ નગ્માનું પાત્ર ભજવશે..જીતેન્દ્ર કુમાર ફક્ત એક જ ફોટામાં દેખાયા છે.વિડીયો ફક્ત ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોને જ જાહેર કરે છે..જાહેરાત વિડીયોમાં જીતેન્દ્રકુમાર ગુલાબ અને નગ્માની પ્રેમકથા રજૂ કરે છે.

ગુલાબ અને નગ્માનો અનોખો પ્રેમ સ્ક્રીન પર જોવા મળશે.

આ જાહેરાતનો વીડિયો શેર કરતા રેમો ડિસોઝાએ કેપ્શનમાં લખ્યું,”ગુલાબ અને નગ્માનો પ્રેમ.એક એવો પ્રેમ જેમાં જીવન ઓછું પણ જુસ્સો વધુ હોય.ગુલાબ પ્રેમનો કીડો છે.. અને નગ્માની અંદર એક કુદરતી દિલ ધબકતું હોય છે..વાર્તાઓ વળાંક લે છે..અને પ્યાર પોતાની જીદ બતાવે છે અને જીદમાં દિલ ધડકવા લાગે છે..

આ ફિલ્મ રેમો ડિસોઝા દ્વારા રજૂ કરવામાં આવી છે. રેમો ડિસોઝા દ્વારા રજૂ કરાયેલી આ ફિલ્મનું દિગ્દર્શન જયેશ પ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. સંગીત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર ઇસ્માઇલ દરબાર દ્વારા રચિત છે. ‘તેઢી હૈ પર મેરી હૈ’ આરજે મહવશ ડેબ્યૂ ફિલ્મ છે.મહવશ આ ફિલ્મ સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરશે…આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં પંચાયત સચિવ જીતેન્દ્ર કુમાર અભિનય કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -