સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે શ્યોક ટનલનું કરશે ઈ-ઉદઘાટન; સેટેલાઇટ છબીઓમાં દેખાશે નહીં ટનલ.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રવિવારે લેહમાં દુર્બુક-શ્યોક-દૌલત બેગ રોડ પર મહત્વપૂર્ણ શ્યોક ટનલનું ઈ-ઉદઘાટન કરશે.સંરક્ષણ પ્રધાન સવારે 10:45 વાગ્યે લેહ પહોંચે તેવી અપેક્ષા છે.સવારે 11 વાગ્યે ટનલનું ઈ-ઉદઘાટન કરશે.
રાજનાથસિંહ શરૂઆતમાં શ્યોકમાં પ્રોજેક્ટનું ભૌતિક ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે આ કાર્યક્રમ લેહના રિંચેન ઓડિટોરિયમ હોલમાં ખસેડવામાં આવ્યો છે.આશરે 982 મીટર લાંબી ટનલને આ પ્રદેશ માટે એક મુખ્ય વિકાસ પ્રોજેક્ટ માનવામાં આવે છે.અધિકારીઓના મતે, તે સૈન્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોની અવરજવરને નોંધપાત્ર રીતે સરળ બનાવશે.
ચોમાસાની ઋતુ દરમિયાન આ પ્રદેશ લાંબા સમયથી ભૂસ્ખલનથી પીડાતો રહ્યો છે. જેના કારણે ઘણી વાર પહોંચ મુશ્કેલ બને છે.ટનલના ઉદ્ઘાટનથી સમગ્ર વર્ષ દરમિયાન ફોરવર્ડ પોસ્ટ્સ અને આસપાસના ગામડાઓ સાથે સરળ અને અવિરત જોડાણ સુનિશ્ચિત થશે.
સંરક્ષણ પ્રધાન વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બાંધવામાં આવેલા અનેક પ્રોજેક્ટ્સનું ઇ-ઉદઘાટન પણ કરશે.ફક્ત લદ્દાખમાં જ લગભગ 41 નવા પ્રોજેક્ટ્સ ઇ-ઉદઘાટન થવાના છે..જે સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટીને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
અધિકારીઓએ એ પણ પુષ્ટિ આપી હતી કે ટનલ સેટેલાઇટ છબીઓમાં દેખાશે નહીં.. કારણ કે તેની છત જમીનની જેમ જ બનાવવામાં આવી છે.ઔપચારિક ઇ-ઉદઘાટન સમારોહ દરમિયાન લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે હાજર રહેશે.
- Advertisement -
- Advertisement -