23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

ફેક ન્યૂઝ અને AI-ડ્રિવન ડીપફેક પર ચાલશે સરકારની ચાબુક..સોશિયલ મીડિયા માટે નવા નિયમો, 36 કલાકમાં લેવાશે પગલા


સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝ સાથે જોડાયેલો મુદ્દો અત્યંત ગંભીર છે.ફેક ન્યૂઝ લોકશાહી માટે ખતરો છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખોટી માહિતીઓ અને એઆઈ જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.આ વાત કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહી.તેમણે કહ્યું કે કેટલાક લોકો અથવા ગ્રુપ્સ જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેના પરથી લાગે છે કે તેઓ દેશના સંવિધાન કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓનું પાલન કરવા માંગતા નથી.તેમણે આ મામલે કડક કાર્યવાહી અને કઠોર નિયમો બનાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો

સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, હાલમાં જ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.આમાં 36 કલાકની અંદર વીડિયો હટાવવાની જોગવાઈ પણ છે.એઆઈ જનરેટેડ ડીપફેકની ઓળખ કરવા અને તેના પર જરૂરી કાર્યવાહી કરવા માટે એક ડ્રાફ્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.તેના પર વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.

નિશિકાંત દુબે અને તમામ સભ્યોનો ધન્યવાદ

તેમણે સંસદીય સમિતિના કાર્યની પ્રશંસા કરી.સાથે જ કાયદાકીય માળખાને મજબૂત કરવા માટે મુખ્ય ભલામણોવાળો એક વિસ્તૃત અહેવાલ રજૂ કરવા બદલ નિશિકાંત દુબે અને તમામ સભ્યોનો ધન્યવાદ માન્યો.સૂચના અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે, ફરજી સમાચાર અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા મુદ્દાઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને આપણા લોકશાહીની સુરક્ષા વચ્ચે એક નાજુક સંતુલન જાળવવાની જરૂર છે.

ડિજિટલ ઇન્ડિયા પહેલથી મોટું પરિવર્તન આવ્યું

મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકાર આ સંતુલન જાળવવા માટે સંપૂર્ણ સંવેદનશીલતાથી કામ કરી રહી છે.તેમણે એ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા પહેલે એક મોટું પરિવર્તન લાવ્યું છે અને ટેકનિકનું લોકશાહીકરણ કર્યું છે.તેની સકારાત્મક અસરોને સ્વીકારવી જોઈએ.તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયાએ પણ દરેક નાગરિકને એક પ્લેટફોર્મ આપ્યું છે.આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકાર સંસ્થાઓ અને સમાજનો પાયો નાખતા વિશ્વાસને મજબૂત કરવા માટે કામ કરી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -