છત્તીસગઢમાં 12 નક્સલી ઠાર, 3 જવાન શહીદ, 2 ઘાયલ: તમામ નક્સલીઓના મૃતદેહ, હથિયાર જપ્ત
છત્તીસગઢમાં દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જવાનોએ 12 નક્સલીઓને ઠાર માર્યા છે.તમામના મૃતદેહ મળી આવ્યા છે. ઠાર મારવામાં આવેલા નક્સલીઓની સંખ્યા વધી શકે છે. વળી, આ એન્કાઉન્ટરમાં DRGના 3 જવાન શહીદ અને 2 ઘાયલ થયા છે. બસ્તર રેન્જના IG સુંદરરાજ પી. એ આ વાતની પુષ્ટિ કરી છે.
બસ્તર રેન્જના IG સુંદરરાજ પી.એ.જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બીજાપુર DRGના જવાન હેડ કોન્સ્ટેબલ મોનુ વડારી, રમેશ સોડી અને કોન્સ્ટેબલ દુકારુ ગોંડે શહીદ થયા છે.ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં જવાનોની ટીમ સતત સર્ચિંગ કરી રહી છે.
SP જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે DRG, STF, COBRA અને CRPFની સંયુક્ત ટીમ બીજાપુર-દંતેવાડા બોર્ડરના વેસ્ટ બસ્તર ડિવિઝન વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર હતી. જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં નક્સલીઓ માર્યા ગયા.
વળી, નક્સલીઓ માર્યા ગયા બાદ ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું કે, આજે આપણા બહાદુર જવાનોની બહાદુરીથી ઇતિહાસ લખાઈ રહ્યો છે.નક્સલવાદ તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. તેમણે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
છત્તીસગઢમાં 4 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને NSA ડોભાલ સહિત અનેક હસ્તીઓ DGP કોન્ફરન્સમાં સામેલ થઈ હતી. આ મીટિંગમાં નક્સલવાદને ખતમ કરવાની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી. હવે તેના પરિણામો દેખાઈ રહ્યા છે. જોકે, શાહે નક્સલવાદને ખતમ કરવા માટે 31 માર્ચ 2026 ની ડેડલાઇન પહેલાથી જ નક્કી કરી દીધી છે.
- Advertisement -
- Advertisement -