દેશના ઘણા એરપોર્ટ પર ચેક-ઈન-સિસ્ટમ ખોરવાઈ,બેંગલુરૂમાં 42 ફ્લાઈટ કેન્સલ,હૈદરાબાદ અને દિલ્હીમાં પણ અસર
બુધવારે સવારથી દેશના અનેક એરપોર્ટ્સ પર ચેક-ઇન સિસ્ટમમાં મુશ્કેલી આવી રહી છે.જેના કારણે ફ્લાઇટ ઓપરેશન્સ પ્રભાવિત થયા છે.બેંગલુરુ એરપોર્ટ પર 42 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.જ્યારે હૈદરાબાદ એરપોર્ટ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.દિલ્હીમાં, ચેક-ઇન પ્રક્રિયાને મેન્યુઅલી કરવી પડી હતી.વારાણસી એરપોર્ટ પર મુસાફરોને જણાવવામાં આવ્યું કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ દ્વારા વિશ્વભરમાં મોટી સર્વિસ આઉટેજની જાણ કરવામાં આવી છે.જેનાથી એરપોર્ટ પરની આઇટી સર્વિસ પર અસર પડી છે.
જોકે, માઇક્રોસોફ્ટે આ સમાચારને ખોટા ગણાવ્યા છે.કંપનીએ સ્પષ્ટતા કરી કે વિન્ડોઝ પર કોઈ ટેકનિકલ સમસ્યા આવી નથી.માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ સિસ્ટમ એરપોર્ટ્સ અને ઇન-ફ્લાઇટ સર્વિસીસ માટે ઉપયોગમાં લેવાય છે.બીજી તરફ, ઇન્ડિગો એરલાઇન્સે ક્રૂની કમીને મુખ્ય કારણ જણાવીને બુધવારે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. જેમાં બેંગલુરુ અને મુંબઈ એરપોર્ટ પરથી આવતી-જતી ફ્લાઇટ્સ પણ સામેલ હતી
આ ઉપરાંત દિલ્હીમાં ગયા મહિને વિમાનોના GPS સિગ્નલમાં ‘ફેક એલર્ટ’ આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.આને GPS સ્પૂફિંગ પણ કહેવામાં આવે છે.જેમાં પાઇલટ્સને ખોટા લોકેશન અને નેવિગેશન ડેટા એલર્ટ મળ્યા હતા.એર ટ્રાફિક કંટ્રોલના સૂત્રો અનુસાર, દિલ્હીની આસપાસના લગભગ 100 કિલોમીટરના વિસ્તારમાં આવી ઘટનાઓ નોંધાઈ હતી.
સ્પૂફિંગ એ એક પ્રકારનો સાયબર એટેક છે જે નેવિગેશન સિસ્ટમને ગેરમાર્ગે દોરવા માટે નકલી GPS સિગ્નલ મોકલે છે.સામાન્ય રીતે, તેનો ઉપયોગ વોર ઝોનમાં થાય છે. જેથી દુશ્મનોના ડ્રોન અને વિમાનોને નષ્ટ કરી શકાય અથવા તેમને ભ્રમિત કરી શકાય.
- Advertisement -
- Advertisement -