દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ટોસ જીત્યો..ભારત સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાયપુરમાં બીજી વનડે રમાઈ રહી છે. ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.આ મેચ જીતીને અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે.
બંને ટીમો નીચે મુજબ
ભારત: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રખ્યાત કૃષ્ણ.
દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી.કોક (વિકેટકીપર), એડન માર્કરામ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઇસ, મેથ્યુ બ્રીટ્ઝકે, ટોની ડી જ્યોર્ગી, માર્કો જાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, લુંગી ન્ગીડી.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત સતત 20મી વનડે ટોસ હારી ગયું. બાવુમાએ જણાવ્યું કે તેની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.બાવુમા પાછો ફર્યો છે. જ્યારે લુંગી ન્ગીડી અને કેશવ મહારાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ દરમિયાન, ભારતીય કેપ્ટન કેએલ રાહુલે જણાવ્યું કે તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. દક્ષિણ આફ્રિકાએ રાયન રિકેલ્ટન, પ્રેનલન સુબ્રૈયાન અને બાર્ટમેનને બહાર કર્યા છે.
- Advertisement -
- Advertisement -