28 C
Ahmedabad
Tuesday, March 31, 2026

દિવ્યાંગો માટે ઐતિહાસિક નિર્ણય: હવે 60% દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને મળશે ‘સંત સુરદાસ યોજના’નો લાભ


રાજ્ય સરકારે દિવ્યાંગોના કલ્યાણ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અત્યાર સુધી 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને મળતો સંત સુરદાસ યોજનાનો લાભ, હવે વર્ષ 2025-26થી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ નાગરિકોને મળશે.ઉપરાંત, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટેની બીપીએલ કાર્ડ અને ફરજિયાત જોગવાઈઓ પણ દૂર કરવામાં આવી છે. જેથી દિવ્યાંગ વ્યક્તિ પોતાની પસંદગીનું ટુ-વ્હીલર ખરીદી શકશે.સરકારે દિવ્યાંગોને આપવામાં આવતો એસ.ટી બસમાં મુસાફરીનો પાસ હવે જીવનભર માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે.પાર્કિન્સન, થેલેસેમીયા અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી સ્થિતિમાં સહાયકને પણ 100% વિનામૂલ્યે મુસાફરીની સુવિધા મળશે. 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને માસિક રૂ.1૦૦૦ની સહાય પણ આપવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકલાંગ’ને બદલે ‘દિવ્યાંગ’ કહીને સમાજમાં ગૌરવનો સંદેશ આપ્યો હતો.તેના અનુસંધાનમાં, વર્ષ 2016માં દિવ્યાંગજન અધિકાર અધિનિયમ અમલમાં મુકાયો હતો.સરકારે છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા 4 લાખથી વધુ દિવ્યાંગોને ₹820 કરોડથી વધુની સહાય આપી છે.

આ ઉપરાંત, દિવ્યાંગતા પ્રમાણપત્રને આજીવન માન્ય કરવામાં આવ્યું છે. જેથી વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવાની જરૂરિયાત દૂર થઈ છે.દર વર્ષે ૩ ડિસેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ ઉજવવામાં આવે છે. જે દિવ્યાંગોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો સંદેશ આપે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -