35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

WPL- 2026 આગામી સીઝનનું સંપૂર્ણ સમયપત્રક જાહેર,5 ફેબ્રુઆરીએ વડોદરામાં ફાઇનલ


મહિલા પ્રીમિયર લીગ (WPL) 9 જાન્યુઆરી 2026થી શરૂ થશે.જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પહેલી મેચ નવી મુંબઈના ડૉ.ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે.ભારતીય ક્રિકેટ બોર્ડએ શનિવાર, 29 નવેમ્બરના રોજ આ જાહેરાત કરી હતી.અગાઉ 27 નવેમ્બરના રોજ દિલ્હીમાં મહિલા પ્રીમિયર લીગ મેગા ઓક્શન દરમિયાન લીગના ચેરમેન જયેશ જ્યોર્જે ટુર્નામેન્ટની તારીખો અને સ્થળ જાહેર કર્યું હતું.

ટુર્નામેન્ટને બે તબક્કામાં વહેંચવામાં આવશે.

મહિલા પ્રીમિયર લીગનો પ્રથમ તબક્કો 9 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી નવી મુંબઈમાં રમાશે. બીજો તબક્કો 19 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી વડોદરા (બરોડા)માં યોજાશે.ફાઇનલ પણ વડોદરામાં રમાશે.લીગ તબક્કામાં કુલ 20 મેચ રમાશે. ત્યારબાદ 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને બે દિવસ પછી 5 ફેબ્રુઆરીએ અંતિમ શેડ્યૂલમાં ફક્ત બે ડબલહેડર છે.

WPL 2026 સંપૂર્ણ સમયપત્રક

મેચ નંબર તારીખ હોમ ટીમ અવે ટીમ સ્થળ

  1. જાન્યુઆરી 9, 2026 મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નવી મુંબઈ

  2. જાન્યુઆરી 10, 2026 યુપી વોરિયર્સ ગુજરાત જાયન્ટ્સ નવી મુંબઈ

  3. જાન્યુઆરી 11, 2026 મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ નવી મુંબઈ

  4. જાન્યુઆરી 12, 2026 દિલ્હી કેપિટલ્સ ગુજરાત જાયન્ટ્સ નવી મુંબઈ

  5. જાન્યુઆરી 13, 2026 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ યુપી વોરિયર્સ નવી મુંબઈ

  6. જાન્યુઆરી 14, 2026 મુંબઈ ઇન્ડિયન્સ ગુજરાત જાયન્ટ્સ નવી મુંબઈ

  7. જાન્યુઆરી 15, 2026 યુપી વોરિયર્સ દિલ્હી કેપિટલ્સ નવી મુંબઈ

  8. જાન્યુઆરી 16, 2026 મુંબઈ ઇન્ડિયન્સ યુપી વોરિયર્સ નવી મુંબઈ

  9. જાન્યુઆરી 17, 2026 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ગુજરાત જાયન્ટ્સ નવી મુંબઈ

  10. જાન્યુઆરી 17, 2026 યુપી વોરિયર્સ મુંબઈ ઇન્ડિયન્સ નવી મુંબઈ

  11. જાન્યુઆરી 18, 2026 દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નવી મુંબઈ

  12. જાન્યુઆરી 19, 2026 ગુજરાત જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, વડોદરા

  13. – 20 જાન્યુઆરી, 2026 દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, વડોદરા

14 – 22 જાન્યુઆરી, 2026 ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ, વડોદરા

15 – 24 જાન્યુઆરી, 2026 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી કેપિટલ્સ, વડોદરા

16 – 26 જાન્યુઆરી, 2026 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, મુંબઈ ઇન્ડિયન્સ, વડોદરા

17 – 27 જાન્યુઆરી, 2026 ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, વડોદરા

18 – 29 જાન્યુઆરી, 2026 યુપી વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, વડોદરા

19 – 30 જાન્યુઆરી, 2026 ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, વડોદરા

20 – 1 ફેબ્રુઆરી, 2026 દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ, વડોદરા

21 – 3 ફેબ્રુઆરી, 2026 એલિમિનેટર – વડોદરા

22 – 5 ફેબ્રુઆરી, 2026 ફાઇનલ – વડોદરા

277 ખેલાડીઓમાંથી ફક્ત 67 ખેલાડીઓને ટીમ મળી

મહિલા પ્રીમિયર લીગ 2026 ની હરાજી માટે કુલ 277 ખેલાડીઓ ઉપલબ્ધ હતા.જેમાં 194 ભારતીય અને 83 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.આમાંથી,ફક્ત 67 ખેલાડીઓને ટીમો દ્વારા ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી 23 વિદેશી ખેલાડીઓ હતા.ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓ પર કુલ ₹40.8 કરોડ ખર્ચ્યા હતા.

પાછલી સીઝનના વિજેતાઓ

મુંબઈ ઇન્ડિયન્સે 2023 માં ટાઇટલ જીત્યું હતું.જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2024 માં ચેમ્પિયનશિપ જીતી હતી.2026 માં કઈ ટીમ ટ્રોફી પર કબજો કરે છે તે જોવું રસપ્રદ રહેશે. પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ સીધી ફાઇનલમાં જશે.જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમોએ એલિમિનેટર રમવાનું રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -