
બનાસકાંઠાના ડિસા ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ..જેમાં જિલ્લાકક્ષાએ ખો-ખોમાં ભાભર તાલુકાના કુવાળા પે સેન્ટર શાળાની અંડર-14 બહેનોની ટીમ વિજેતા બની હતી.અગાઉ પણ પીએમશ્રી કુવાળા શાળાની બેહેનોની ટીમે રાજય કક્ષાની ખો-ખો રમતમાં ત્રીજા નંબરે સ્થાન પ્રાપ્ત કરીને શાળા તેમજ જિલ્લાનું રાજયમાં નામ રોશન કર્યું હતુ..ખેલ મહાકુંભમાં ખો-ખો ઉપરાંત કબડ્ડી,,દોડ,,ગોળા ફેંક,વોલીબોલ,યોગ,એથ્લેટીક્સ તેમજ બરછી ફેંક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે..

દર વર્ષે કુમાર તેમજ કન્યા બંને ટીમો વિવિધ રમતોમાં જિલ્લા કક્ષા સુધી જાય છે.ચાલુ વર્ષે પણ 70 બાળકો ભાભર તાલુકામાંથી જિલ્લા સુધી પહોંચ્યા હતા.કુવાળા પે સેન્ટર શાળાની ટીમ છેલ્લા 20 વર્ષથી તાલુકા ચેમ્પિયન રહી છે..બહેનોએ સ્પર્ધામાં ટેકનિક,ચપળતા,શારીરિક ક્ષમતા તેમજ આત્મ વિશ્વાસ દર્શાવ્યો હતો.

વિદ્યાર્થિનીઓની આ સિદ્ધી પાછળ કોચ નીતાબેન પટેલ,અજાભાઇ ચૌધરી,શંભુજી ઠાકોરનો મહત્વનો ફાળો રહ્યો છે..તેઓએ બહેનોને નિયમિત અભ્યાસ ,ટેકનિક,શારીરિક ક્ષમતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પુરૂં પાડયું હતુ.

(રાજયકક્ષાએ વિજતા )


