31 C
Ahmedabad
Monday, March 2, 2026

70 વર્ષીય વૃદ્ધને મૃત્યુના મુખમાંથી પાછા લાવ્યા: બનાસ સિવિલમાં પ્રોસ્ટેટનું સફળ ઓપરેશન..


બનાસ સિવિલ હોસ્પિટલ, પાલનપુરમાં તબીબોની સમયસરની સારવાર અને કુશળ કામગીરીના કારણે 70 વર્ષીય વૃદ્ધને ગંભીર તબિયતમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામના વૃદ્ધને છેલ્લા એક વર્ષથી પેશાબમાં બળતરા થવી,પેશાબ અટકી અટકીને આવવો, જેવી ગંભીર બીમારીથી પીડિત હોવાથી જેઓ 27 ઓક્ટોમ્બરના રોજ સવારે ખાનગી વાહન મારફતે બનાસ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબો દ્વારા તપાસ કરવામાં આવતા વૃદ્ધની ઉમર વધારે હોવાથી ક્રેશની ગંભીરતાને ધ્યાને રાખી તબીબો દ્વારા અગાઉના જૂના રિપોર્ટ ચેક કર્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવીન રિપોર્ટ કરવામાં આવ્યા બાદ દર્દીને તાત્કાલિક પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી.. દર્દીના રિપોર્ટ આવ્યા બાદ હોસ્પિટલના યુરોલોજી નિષ્ણાત ડૉ.સુનિલભાઈ.આર.જોશી દ્વારા જણાવ્યું કે,દર્દીની પ્રોસ્ટેટ ગ્રંથિ અત્યંત મોટી થઈ ગઈ હતી. જો થોડો વધુ વિલંબ થયો હોત તો મૂત્ર સંપૂર્ણપણે અટકી જવાથી કિડની પર ગંભીર પ્રકારની અસર થતી.જેના લીધે પરિવારજનોને આ બાબતની જાણ કરી દૂરબીન વડે ઓપરેશન કરવામાં આવ્યું હતું.પરંતુ ઓપરેશન દરમિયાન દર્દીને અચાનક ખેચ આવતા તાત્કાલિક કાડિયાક મસાજ સી.પી.આર આપી ચાલુ ઓપરેશન દરમિયાન હદયના ધબકાર ચાલુ કરવામાં આવ્યા હતા. જે બાદ દર્દીને જરૂરી દવાઓ આપવામાં આવતા બીપી તેમજ હદયના ધબકારા નોર્મલ થતાં દર્દીને શ્ર્વાસ નળીમાં ટ્યુબ નાખીને વેન્ટિલેટર ઉપર રાખી આઈસીયુ ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ મેડિસિન વિભાગના ડો.આશિષ પટેલ,ડો મીરા પટેલ તેમજ એનેસ્થેસિયા ડો,વંદના ડો. શ્ર્વેતાં ડો. રિદ્ધિ ડો. સ્નેહીતા સહિત આઈસીયુ વિભાગના સ્ટાફ દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી.જે બાદ દર્દીના જરૂરી રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટના આધારે હદયના હુમલા માટેના ભારે ઇન્જેકશન તેમજ બીપી વધારવા માટે નોરએન્ડોલીન જેવા ઇન્જેક્શનો આપવામાં આવ્યા હતા. 15 દિવસની લાંબી તબીબી સારવારના અંતે દર્દી હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે દર્દીના પરિવારજનોએ બનાસ સિવિલ હોસ્પિટલના તમામ તબીબો અને સ્ટાફના સમયસરના સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. હોસ્પિટલના તબીબોના સમયસરના નિર્ણયો, કુશળ કામગીરી અને માનવતાભર્યું વલણને કારણે ફરી એક વાર સાબિત થયું કે બનાસ સિવિલ હોસ્પિટલ સામાન્ય લોકો માટે આશાનો દીવો બની રહી છે. પરિવારે ડૉક્ટર તેમજ નર્સિગ સ્ટાફનો વિશેષ આભાર વ્યકત કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -