સાઉદી અરેબિયામાં બસ-ટેન્કર અથડામણ; ઉમરાહ યાત્રા પર ગયેલા 40થી વધુ ભારતીયોના મોતની આશંકા
સાઉદી અરેબિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 40 થી વધુ ભારતીયોના મોતની આશંકા છે.ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ તેલના ટેન્કર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. સાઉદી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માત મદીના નજીક થયો હતો.મૃતકો ભારતીય ઉમરાહ યાત્રાળુઓ હોવાનું માનવામાં આવે છે.જેમાંથી ઘણા હૈદરાબાદના રહેવાસી છે.
ન્યૂઝના રિપોર્ટ્સ અનુસાર ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ મક્કાથી મદીના જઈ રહી હતી. ત્યારે તે ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે મદીનાથી લગભગ 160 કિલોમીટર દૂર મુહરાસ અથવા મુફરિયત વિસ્તારમાં થયો હતો. અકસ્માત સમયે ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા.બસ ટકરાતા જ આગમાં ભડકી ગઈ, જેના કારણે કોઈને બચવાનો સમય મળ્યો નહીં.અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.જેમાં હૈદરાબાદના ઘણા મુસાફરોનો સમાવેશ થાય છે.મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
તેલંગાણા સરકારે નિવેદન જારી કર્યું
તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયામાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીએ તાત્કાલિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને અકસ્માત સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાંથી કેટલા હૈદરાબાદના રહેવાસી હતા.તેની માહિતી પણ માંગી છે. મુખ્યમંત્રીએ ઉચ્ચ સરકારી અધિકારીઓને વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવા અને સાઉદી અરેબિયાના દૂતાવાસ પાસેથી માહિતી મેળવવાની સલાહ આપી છે. મુખ્ય સચિવની સૂચનાને અનુસરીને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે સાઉદી અરેબિયામાં કેટલા પીડિતો તેલંગાણાના હતા.પીડિતોના પરિવારોને માહિતી પૂરી પાડવા માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે.
- Advertisement -
- Advertisement -