29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

જડિયા ગામના ખેડૂત પરિવારે બીમાર કાંકરેજી ગાયની પોતાના બાળકની જેમ ચાકરી કરી ગાયને નવું જીવતદાન આપ્યું…


લમ્પી વાયરસએ અનેક પશુધનને ભરડામાં લીધા હતા ત્યારે સૌથી વધુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી પશુ ઓલાદ બનાસકાંઠાનું ગૌરવ એવી કાંકરેજી ગાય છે. લમ્પી વાયરસ આવ્યો ત્યારે અનેક પશુધન બીમાર પડ્યા તેમજ દવા આપી હોવા છતાં અનેક પશુધનએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. દરમિયાન લમ્પી વાયરસથી દેશી કાંકરેજી ગાયની તુલનામાં સંકર ગાય વધુ મૃત્યુ પામી હતી તેવા પણ અનેક ઉદાહરણ મળી આવ્યા છે. 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જડિયા ગામના પશુપાલક અને ખેડૂત પરભાભાઈ આંજણાની દેશી કાંકરેજી ગાય લમ્પી વાયરસને હરાવીને હાલ તંદુરસ્ત રીતે જીવી રહી છે, આ ગાય 510 દિવસ કરતા પણ વધુ સમય બીમાર રહી. આ ગાયે આંખોની રોશની ગુમાવી દીધી હોવા છતાં હવે આંખમાં પણ બિલકુલ પહેલા જેવું જ દેખાવાનું ચાલું થઈ ગયું છે અને થોડા સમય પહેલા વાછરડી જન્મ પણ આપ્યો છે.

આ અંગે ખેડૂત પરભાભાઈ આંજણાએ જણાવ્યું હતું કે જ્યારે લમ્પી વાયરસ આવ્યો ત્યારે અમારા પશુધનને ખાસ્સી અસર થઈ હતી. કાંકરેજી ગાય લમ્પી વાયસ વખતે ખૂબ બીમારી થઈ ગઈ હતી. પરંતુ 510 દિવસ કરતા પણ વધુ સમય બીમાર રહી હોવા છતાં આ ગાય લમ્પી વાયસને હરાવી હાલ બિલકુલ તંદુરસ્ત રીતે જીવી રહી છે. લમ્પી વાયરસ આવ્યો ત્યારે અમારા પશુધનને ખૂબ જ અસર થઈ હતી. અમારી ગાય જ્યારે બીમાર થઈ ત્યારે તેની સતત કાળજી લેવામાં આવી હતી તેમજ સારી રીતે ચાકરી કરવામાં આવતી હતી. આટલો લાંબો સમય સુધી આ ગાય બીમાર રહીને રોગને હરાવી નવું જીવન બક્ષ્યું હોય તેવું પશુધનમાં પહેલી વખત જોવા મળ્યું છે.

ખેડૂત પુત્ર જડિયા ગામના મુકેશ આંજણાએ જણાવ્યું લમ્પી વાયરસના લીધે અમારી ગાય ભયંકર રીતે બીમાર પડી ગઈ હતી. એકસમયે ડોક્ટરોએ પણ કહ્યું હતું કે આ ગાયને બચવાની હવે કોઈ શક્યતા નથી કારણ કે ગાયએ ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. અમે આ ગાયની ચાકરી કરવામાં કોઈ કચાસ રાખી ન હતી અને ગાયને શરીર પર દવાની માલિશ કરવામાં આવતી હતી. એ ક્રમ ખૂબ લાંબો ચાલ્યો અને ધીમે ધીમે કાંકરેજી ગાય બિલકુલ સ્વસ્થ થઈ ગઈ. જ્યારે અમે ગાયની ચાકરી કરતા ત્યારે ગાયની આંખમાંથી રીતસર આંસુઓ નીકળી જતા ત્યારે અમે પણ ખૂબ જ લાગણીશીલ થઈ જતા હતા. બનાસકાંઠાની દેશી કાંકરેજી ગાયની ઓલાદ સૌથી લાગણીસભર અને સંવેદનશીલ છે પરંતુ હવે અમારી ગાય આ બીમારીને હરાવીને બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે આ ગાયે થોડા સમય પહેલા એક વાછરડી ને જન્મ આપ્યો છે. કદાચ ગુજરાતમાં આ પહેલો એવો દાખલો હશે કે 510 દિવસ કરતા પણ વધુ બીમાર રહી હોવા છતાં ગાય લમ્પી વાયરસને હરાવીને બિલકુલ સ્વસ્થ થઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -