22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

જમ્મુ કાશ્મીર : નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ,નવ લોકોનાં મોત,પોલીસ કર્મચારીઓ મોટેભાગે ઇજાગ્રસ્ત થયા


જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે 11:20 કલાકે એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો.જેમાં 9 લોકોનો મોત થયા હતા..જયારે 29 લોકો ઘાયલ થયા હતાઆ બ્લાસ્ટમાં 300 ફૂટ દૂર સુધી મૃતદેહોનાં અંગો જોવા મળ્યા હતા.ઇજાગ્રસ્તોમાં મોટાભાગના પોલીસ અધિકારીઓ છે.તેમની સારવાર 92 આર્મી બેઝ અને SKIMS સૌરા હોસ્પિટલમાં ચાલી રહી છે.

પોલીસ વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી જૂથ, PAFF એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.. પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

દિલ્હી વિસ્ફોટો બાદ આતંકવાદી મોડ્યુલમાં ધરપકડ કરાયેલા 8 આતંકવાદીઓમાં ગનાઈનો  પણ સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે 360 કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં.નોંધનીય છે કે,10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક i20 કારમાં વિસ્ફોટ થયો હતો..જેમાં 13 લોકો માર્યા ગયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -