31 C
Ahmedabad
Monday, March 2, 2026

અમદાવાદમાં યોજાશે 2026 T20 વર્લ્ડ કપની ફાઇનલ


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આગામી વર્ષે થનારા T20 વર્લ્ડ કપ માટે અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. ટુર્નામેન્ટની ફાઇનલ અમદાવાદમાં રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલ પણ અમદાવાદમાં રમાઈ હતી. જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે.. જેમાં 1,00,000 થી વધુ દર્શકોની ક્ષમતા છે.આ સ્થળ પર કુલ 10 મેચ રમાઈ હતી.

મહિલા ODI વર્લ્ડ કપની યાદીમાંથી પહેલાથી જ બાકાત રાખવામાં આવ્યા બાદ, બેંગલુરુ પણ આ વખતે અંતિમ સ્થળની યાદીમાં સ્થાન મેળવી શક્યું નથી.જૂનમાં RCBના IPL વિજય ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ બાદ,કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન જરૂરી મંજૂરીઓ મેળવવામાં નિષ્ફળ ગયું. આ ઘટનામાં અગિયાર લોકો મૃત્યુ પામ્યા હતા. અને ત્યારથી સ્ટેડિયમમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી.

સૂત્રો અનુસાર, ICC આગામી અઠવાડિયે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ટુર્નામેન્ટનું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરશે.આ ટુર્નામેન્ટ શ્રીલંકા સાથે સહ-આયોજિત કરવામાં આવશે. જ્યાં ભારત સાથેના કરાર મુજબ, શ્રીલંકા પાકિસ્તાનની મેચો માટે તટસ્થ સ્થળ તરીકે સેવા આપશે.

કોલંબો સહિત શ્રીલંકામાં ત્રણ સ્થળોએ ટેસ્ટ રમાશે. ભારત ઘરઆંગણે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમશે.ટીમે જૂનમાં બાર્બાડોસમાં છેલ્લો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.ભારતમાં પસંદ કરાયેલા તમામ પાંચ સ્થળો ટાયર-1 શહેરોમાં છે અને મોટી સંખ્યામાં દર્શકોને આકર્ષિત કરવાની અપેક્ષા છે.

જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે.તો ટાઇટલ મેચ શ્રીલંકામાં રમાશે. ICC, BCCI અને PCB વચ્ચેના કરાર મુજબ ભારત અને પાકિસ્તાન 2027 સુધી તેમની બધી મેચ તટસ્થ સ્થળોએ રમશે. પછી ભલે તે યજમાન દેશ કોઈ પણ હોય.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -