મુંબઈમાં મોનોરેલ પાટા પરથી ઉતરી ગઇ..પહેલો કોચ હવામાં ઉડી ગયો..
મહારાષ્ટ્રના મુંબઈમાં મોનોરેલ ટ્રેનના પરીક્ષણ દરમિયાન અકસ્માત થયો. મોનોરેલ પાટા પરથી ઉતરી ગઈ હતી.જેના કારણે આગળનો ભાગ હવામાં ઉડી ગયો. સદનસીબે પરીક્ષણ દરમિયાન કોઈ મુસાફરો સવાર ન હતા.જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.MMRDA અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતુ..
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો.ટ્રેનમાં સવાર બે ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટના બની ત્યારે ટ્રેન સિગ્નલિંગ પરીક્ષણ હેઠળ હતી.જે દરમિયાન મોનોરેલને નુકસાન થયું હતું.
મોનોરેલ પાટા પરથી ઉતરી ગઈ અને એક માળખા સાથે અથડાયા પછી ક્રેશ થઈ ગઈ. સદનસીબે, તેમાં કોઈ મુસાફરો સવાર ન હતા. અકસ્માતમાં મોટરમેન ઘાયલ થયો હતો. જોકે, બચાવ કાર્યકરો સમયસર ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને બચાવ્યો.
ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે મોનોરેલ માળખા પર અટકી ગઈ છે. પાટા પરથી ઉતરવાના કારણે તે આગળ વધી શકતી નથી.ઘટના સમયે મોનોરેલનું પરીક્ષણ ચાલી રહ્યું હતું અને તેથી તેમાં કોઈ મુસાફરો સવાર નહોતા.
- Advertisement -
- Advertisement -