23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

અભિનેતા વિજય ટીવીકેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર, ગઠબંધનનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે


તમિલ ફિલ્મ અભિનેતા અને તમિલગા વેટ્ટી કઝગમ (ટીવીકે) પાર્ટીના વડા થલાપતિ વિજયને 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.તેમને ગઠબંધન અંગે અંતિમ નિર્ણયો લેવાની સત્તા પણ આપવામાં આવી છે. બુધવારે મહાબલીપુરમની એક ખાનગી હોટલમાં યોજાયેલી ટીવીકેની ખાસ સામાન્ય સભાની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.વિજય પોતાના ટ્રેડમાર્ક સફેદ શર્ટ અને થોડી દાઢીવાળા દેખાવમાં બેઠકમાં પહોંચ્યા હતા.

મીટિંગ દરમિયાન કુલ 12 ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.જેમાં તમિલનાડુમાં મહિલાઓની સલામતી, શ્રીલંકાના નૌકાદળ દ્વારા ભારતીય માછીમારોની વારંવાર ધરપકડ અને મતદાર યાદીના ખાસ સુધારણા પ્રક્રિયા (SIR) જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

કરુર રેલીમાં માર્યા ગયેલા 41 લોકોને શ્રદ્ધાંજલિ

ટીવીકે સામાન્ય સભાના ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, વિજય એક એવા નેતા છે જેને વસ્તીના તમામ વર્ગો પ્રેમ કરે છે.પાર્ટી તેમના નેતૃત્વમાં 2026 ની વિધાનસભા ચૂંટણી લડશે. તેમને ગઠબંધન સંબંધિત તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી છે.કરુર રેલીમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 41 લોકોને શ્રદ્ધાંજલિ આપીને બેઠકની શરૂઆત થઈ. સભ્યોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળ્યું.TVK કાર્યક્રમો દરમિયાન વિજય અને જનતા માટે પૂરતું પોલીસ રક્ષણ આપવાની પણ માંગ કરવામાં આવી હતી.

વ્યૂહાત્મક નિર્ણયો સમયસર લેવામાં આવશે

વિજયે બેઠકમાં જણાવ્યું કે વર્તમાન રાજકીય વાતાવરણ પાર્ટીની તરફેણમાં છે. તેથી આગામી ચૂંટણીઓ અંગે વ્યૂહાત્મક નિર્ણયો સમયસર લેવામાં આવશે.નોંધનીય છે કે TVK એ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે તે 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર લડશે. વિજયે તાજેતરના મહિનાઓમાં રાજ્યની શાસક DMK સરકાર પર તીવ્ર હુમલાઓ શરૂ કર્યા છે. અને જનતામાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -