35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

રાહત : ઈરાનમાં બંધક બનાયેલા 4 ગુજરાતી ભારત આવવા રવાના, દોહા પહોંચ્યા


ગાંધીનગરના બાપુપુરાના બંધકોને લઈને રાહતના સમાચાર આવ્યા છે.માણસાના બાપુપુરા ગામના 4 લોકો ભારત આવવા માટે રવાના થયા છે. આ અંગે બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ માહીતી આપતા કહયું કે બંધકો દોહા પહોંચ્યા છે.સરકારની મદદથી તેમનો છૂટકારો થયો છે.

મહત્વનું છે કે,ગાંધીનગરના માણસાથી ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા.જો કે ઈરાનમાં તેમનું અપહરણ કરાયું હતું.અપહરણકર્તાઓએ ઈરાનમાંથી વીડિયો બનાવીને બાપુપુરામાં તેમના પરિવારને મોકલ્યો હતો..અને કરોડો રુપિયાની ખંડણીનીં માંગણી કરી હતી..પરિવારના લોકો ચિંતામાં મુકાયા હતા. આ ઘટના બાદ માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલને જાણ થતાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મદદની માંગણી કરી હતી..

ચારેય લોકોને ઈરાનમાં અપહરણ કરી ગોંધી રાખવામાં આવ્યા હતા.બાબા નામના શખ્સ દ્વારા તેમના પરિવારને ફોન કરીને રૂપિયા 2 કરોડની ખંડણી માગવામાં આવી હતી.પરિવારના લોકોને એક વીડિયો કોલ મોકલ્યો હતો. જેમાં અપહત લોકોને નગ્ન કરી જમીન પર ઊંઘા સુવડાવવામાં આવ્યા હતા. કપડાંથી મોઢું ઢાંકી હાથ બાંધેલા હતા.શરીર પર લાલ નિશાન પણ થઈ ગયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -