23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

સર્વે : 2023માં ભારતમાં 98.5 લાખ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યો.જેમાં આત્મહત્યા અને ડ્રગ્સ ઓવરડોઝને કારણે મોત થયા છે.


જ્યારે વિશ્વભરમાં એકંદર મૃત્યુદરમાં 67 ટકાનો ઘટાડો થયો છે. ત્યારે યુવાનોમાં મૃત્યુ યથાવત છે. આ આત્મહત્યા, ડ્રગ ઓવરડોઝ અને વધુ પડતા દારૂના સેવનને કારણે થાય છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક વૈશ્વિક અભ્યાસમાં આ વાત બહાર આવી છે. આ તારણો ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (GBD) 2023નો ભાગ છે. જેમાં વિશ્વભરના 3,10,000 થી વધુ સ્ત્રોતો અને 140000થી વધુ સંશોધકો અને નિષ્ણાતોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

2023માં ચીનમાં સૌથી વધુ 1.07 કરોડ યુવાનોના મોત થયા, જયારે ભારતમાં 98.5 લાખ લોકોના મોત અને અમેરિકા,30લાખથી વધુ મૃત્યુ સાથે, અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.જોકે, વસ્તીના આધારે યુવાનોમાં મૃત્યુદર પર નજર કરીએ તો, મૃત્યુદરની દ્રષ્ટિએ ભારત 73મા ક્રમે છે.જ્યારે ચીન 166મા ક્રમે છે અને અમેરિકા 160મા ક્રમે છે. આનો અર્થ એ થયો કે મૃત્યુની કુલ સંખ્યા વધુ હોવા છતાં, ભારતનો માથાદીઠ મૃત્યુદર ચીન અને અમેરિકા કરતા ઓછો રહ્યો.

દેશમાં COVID-19નો વિનાશક આંકડો

અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે ભારતમાં COVID-19 થી સૌથી વધુ 3 મિલિયન મૃત્યુ નોંધાયા છે.જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં 1.21 મિલિયન અને રશિયામાં 10 લાખથી વધુ મૃત્યુ નોંધાયા છે. પરિણામે, ભારત COVID-19 થી સંબંધિત મૃત્યુની સૌથી વધુ સંખ્યા ધરાવતા પાંચ દેશોની યાદીમાં ટોચ પર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -