કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જાણો આ પ્રોજેક્ટ્સ ક્યાં સ્થિત છે
કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલવે પ્રોજેક્ટસને મંજૂરી આપી હતી.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે,આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇન,ગોંડિયા-ડોંગરગઢ. ચોથી લાઇન, વડોદરા-રાલતલમ ત્રીજી અને ચોથી લાઇન અને ઇટારસી-ભોપાલ-બીના ચોથી લાઇનનો સમાવેશ થાય છે.આ પ્રોજેક્ટ્સનો ખર્ચ આશરે ₹24,634 કરોડ થશે.આ પ્રોજેક્ટ્સ ચાર રાજ્યોમાં કરવામાં આવશે.મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેશે. ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં આશરે 894 કિલોમીટરનો ઉમેરો થશે.
વર્ધા – ભુસાવલ: ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ – 314 કિલોમીટર (મહારાષ્ટ્ર)
ગોંદિયા-ડોંગરગઢ: ચોથી લાઇનનું બાંધકામ – 84 કિલોમીટર (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ)
વડોદરા- રતલામ: ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ – 259 કિલોમીટર (ગુજરાત અને મધ્યપ્રદેશ)
ઇટારસી – ભોપાલ – બીના: ચોથી લાઇનનું બાંધકામ – 237 કિલોમીટર (મધ્યપ્રદેશ)
આ પ્રોજેક્ટ્સ આશરે 8.584 મિલિયન વસ્તી ધરાવતા આશરે 3,633 ગામોને આવરી લે છે. તેમાં સુધારો થશે. આ બે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં – વિદિશા (મધ્યપ્રદેશ) અને રાજનાંદગાંવ (છત્તીસગઢ)નો સમાવેશ થાય છે. જેમાં સુધારેલ રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. મલ્ટી-ટ્રેકિંગ પેસેન્જર અને માલવાહક ટ્રેનો ક્ષમતામાં વધારો કરશે. ટ્રેનની ગતિમાં સુધારો કરશે અને વિલંબ ઘટાડશે. આ પ્રોજેક્ટ્સ આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે. વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરશે.
સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટ્સ હેઠળ વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે. આના પરિણામે ભારતીય રેલ્વે માટે કાર્યકારી કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો થશે. કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડ ઘટાડવા માટે મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નવા ભારતના વિઝન સાથે સુસંગત છે. જે વ્યાપક વિકાસ દ્વારા પ્રદેશના લોકોને “આત્મનિર્ભર” બનાવશે. તેમના રોજગાર/સ્વરોજગારની તકોમાં વધારો થશે.
- Advertisement -
- Advertisement -