33 C
Ahmedabad
Sunday, March 29, 2026

ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય: ધો. 11 અને 12માં હવે આ વૈકલ્પિક વિષયો પસંદ કરી શકાશે !


ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 11 અને 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લીધો છે.આ નિર્ણય મુજબ હવે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં વૈકલ્પિક વિષયો (Elective Subjects) પસંદ કરવાની તક મળશે.

પ્રારંભિક તબક્કે મુખ્યત્વે કલા, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય સંબંધિત વિષયોનો સમાવેશ થાય છે. ચિત્રકલા (Drawing/Art)
સંગીત (Music)
યોગ (Yoga).
આ વિષયોના સમાવેશથી વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક વિષયો પૂરતું સીમિત ન રહેતાં, તેમની સર્જનાત્મકતા તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વિકસાવવાની તક મળશે.

ધોરણ 11 માં આ વૈકલ્પિક વિષયનો સમાવેશ 2026-27માં થશે.જ્યારે ધોરણ 12માં આ વિષયોનો વૈકલ્પિક વિષય તરીકે 2027-28માં સમાવેશ થશે.જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 11માં પ્રવેશ મેળવશે.તેઓ આ નવા વૈકલ્પિક વિષયોનો અભ્યાસ શરૂ કરી શકશે.ત્યારબાદ 2027-28માં ધોરણ 12માં પણ આજ વિષયોને વૈકલ્પિક વિષય તરીકે ચાલુ રાખી શકશે.

આ વિષયોનો અભ્યાસ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. ગુજરાત શિક્ષણ વિભાગનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય છે અને તે રાજ્યના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને એક નવી દિશા આપશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -