30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ભારતીય મહિલા ખેલાડીઓએ ODI વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે હાથ ન મિલાવવાની નીતિ જાળવી રાખી


ભારતીય મહિલા ખેલાડીઓએ મહિલા ODI વર્લ્ડ કપ મેચ દરમિયાન પાકિસ્તાન સામે હાથ ન મિલાવવાની નીતિ પણ જાળવી રાખી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ કોલંબોમાં રમાઈ રહી છે. હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો.

છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે.આ બાબત મેદાન પર સ્પષ્ટપણે જોવા મળી.તાજેતરમાં પુરુષોના એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાયા હતા. અને ત્રણેય મેચ વિવાદથી ઘેરાયેલી રહી.ભારતીય મહિલા ટીમે પુરુષોની ટીમની જેમ હાથ ન મિલાવવાની નીતિ અપનાવી હતી.મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. જ્યારે હરમનપ્રીત અને ફાતિમા ટોસ માટે મેદાન પર આવી ત્યારે તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી.હરમનપ્રીતે ફાતિમાને અવગણીને તેની તરફ જોયું પણ નહીં.

ફેરફાર 

ભારતે આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો.કેપ્ટન હરમનપ્રીત કૌરે જાહેરાત કરી છે કે, અમનજોત કૌર બીમાર છે અને આજની મેચમાં રમી શકશે નહીં.રેણુકાસિંહને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવી છે.

બંને ટીમો માટે પ્લેઇંગ ઇલેવન...

ભારત: પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, રેણુકાસિંહ ઠાકુર, ક્રાંતિ ગૌર, શ્રી ચર્ની.

પાકિસ્તાન: મુનીબા અલી, સદફ શમ્સ, સિદ્રા અમીન, રમીન શમીમ, આલિયા રિયાઝ, સિદ્રા નવાઝ (વિકેટકીપર), ફાતિમા સના (કેપ્ટન), નતાલિયા પરવેઝ, ડાયના બેગ, નશરા સંધુ, સાદિયા ઇકબાલ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -