22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

ભાજપે બિહાર ચૂંટણી માટે ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી બનાવ્યા.. યુપીના નાયબ મુખ્યમંત્રીને પણ જવાબદારી સોંપાઈ


ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી છે.પાર્ટીએ તેના ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીઓની જાહેરાત કરી. કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર માટે રાજ્ય ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલને રાજ્ય ચૂંટણી સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને રાજ્ય ચૂંટણી સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપે આગામી વર્ષે થનારી તમિલનાડુ ચૂંટણી માટે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડાને પણ ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.સહકાર અને ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હોદ્દો સંભાળતા મુરલીધર મોહોલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પાર્ટીએ પશ્ચિમ બંગાળ માટે કેન્દ્રીય પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે સાંસદ બિપ્લબ કુમાર દેબને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બિહારમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે.જયારે 2026ના મધ્યમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -