33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગર : સાયકો કિલર હત્યારો ઝડપાયો, બર્થ-ડે સેલિબ્રેટ કરતા કપલ પર હુમલો કરી યુવકની કરી હતી હત્યા


ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે તારીખ 20 સપ્ટેમ્બરે યુવકની હત્યા કરનારા સાયકો કિલરને ઝડપી પાડવામાં આવ્યો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાયકો કિલર વિપુલ પરમારની ધરપકડ કરી હતી.નોંધનીય છે કે અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક-યુવતી મોડી રાત્રે પોતાના બર્થ ડેની ઉજવણી કરી રહ્યા હતા..ત્યારે એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો.જ્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો.આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.જોકે યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તે પોતાની ફ્રેન્ડ સાથે અંબાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. જોકે કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટના ઇરાદે આવેલા આ અજાણ્યા શખ્સએ યુવકને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી મળી આવી હતી. યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -