29 C
Ahmedabad
Sunday, March 29, 2026

રાહુલ ગાંધીએ H-1B વિઝા મુદ્દા પર નિશાન સાધતા કહ્યું કે ભારતના વડાપ્રધાન નબળા છે


અમેરિકા દ્વારા H-1B વિઝા પર $100,000 ફી લાદવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.શનિવારે તેમણે દાવો કર્યો કે, ભારતના વડાપ્રધાન નબળા છે.રાહુલ ગાંધીએ જુલાઈ 2017 માં X પર કરેલી પોસ્ટ શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તે પોસ્ટમાં, કોંગ્રેસના નેતાએ નરેન્દ્ર મોદી પર નબળા વડા પ્રધાન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ દાવો કર્યો હતો કે, “હું આ વાતનું પુનરાવર્તન કરું છું. ભારતનો વડાપ્રધાન નબળો છે.”

સપાના વડા અખિલેશ યાદવે પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “આ પહેલી વાર નથી જ્યારે અમેરિકાએ ભારત સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો હોય.આપણી વિદેશ નીતિ પહેલાથી જ નબળી છે.આપણે નબળા કેમ દેખાઈ રહ્યા છીએ? આપણી તૈયારી શું છે? જો કાલે બીજા દેશો આવું કરે તો આપણે શું તૈયાર રહીશું? આપણો દેશ આર્થિક રીતે એટલો મજબૂત નથી જેટલો હોવો જોઈએ.”આપણે બીજા દેશો પર વધુને વધુ નિર્ભર બની રહ્યા છીએ.ખાતર માટે આપણે બીજા દેશો પર નિર્ભર છીએ.આપણે જે દેશ સાથે જમીન પર યુદ્ધ કરી રહ્યા છીએ તેની સાથે આપણે સતત વેપાર વધારી રહ્યા છીએ.

આમ આદમી પાર્ટીએ પણ નિશાન સાધ્યું

વિઝા મુદ્દા અંગે AAP દિલ્હીના પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું, “અમેરિકામાં કામ કરતા લગભગ 71  ટકા લોકો H-1B વિઝા પર ભારતીય છે.ડોનાલ્ડ ટ્રમ્પે કિંમત $100,000 નક્કી કરી છે. જે લગભગ ₹90 લાખ થાય છે.આ એટલા માટે છે કે કોઈ પણ કંપની H-1B વિઝા પર ભારતીયને સરળતાથી નોકરી પર રાખી શકે નહીં.”નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.જેમાં કેટલાક બિન-ઇમિગ્રન્ટ કામદારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.આ નિર્ણય હેઠળ એવા કામદારો માટે યુએસમાં પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવશે. જેમણે તેમની H-1B અરજી સાથે $100,000 ફી સબમિટ કરી નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -