27.2 C
Ahmedabad
Sunday, March 29, 2026

ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસ :ED એ યુવરાજસિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ પાઠવ્યા


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો યુવરાજસિંહ અને રોબિન ઉથપ્પાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.ઉથપ્પાને 22 સપ્ટેમ્બરે દિલ્હીમાં ED મુખ્યાલયમાં અને યુવરાજને 23 સપ્ટેમ્બરે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.આ કેસ ઓનલાઈન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે. ઉથપ્પા હાલમાં એશિયા કપ 2025 ની કોમેન્ટ્રી ટીમનો ભાગ છે.અત્યાર સુધીમાં દિલ્હીમાં આ કેસમાં ચાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોને સમન્સ પાઠવવામાં આવ્યા છે.અગાઉ, ફેડરલ એજન્સીએ આ કેસમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ કરી હતી.આ કેસ 1xBet નામના સટ્ટાબાજી એપ પ્લેટફોર્મ સાથે સંબંધિત છે.

મામલો શું છે?

પૂછપરછ દરમિયાન ED એ સમજવા માંગે છે કે આ એપ (1xBet) માં ક્રિકેટરોની શું ભૂમિકા કે સંબંધ રહ્યો છે. ED તપાસ કરી રહી છે કે શું યુવરાજ કે ઉથપ્પાએ આ સટ્ટાબાજી એપના પ્રમોશનમાં તેમની છબીનો ઉપયોગ કર્યો હતો.બદલામાં કોઈ ચુકવણી લીધી હતી.આ તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.ઉથપ્પા અને યુવરાજના નિવેદનો પણ આ કાયદા હેઠળ નોંધવામાં આવશે.

ED આ ગેરકાયદેસર નેટવર્કમાં તેમની કોઈ નાણાકીય કે બિન-નાણાકીય ભાગીદારી શોધવાનો પ્રયાસ કરી રહી છે.સોમવારે આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી મીમી ચક્રવર્તીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.મંગળવારે, બંગાળી અભિનેતા અંકુશ હાજરા આ કેસમાં ED સમક્ષ હાજર થયા અને તેમનું નિવેદન નોંધ્યું. અભિનેત્રી ઉર્વશી રૌતેલા, જે 1xBet ની ભારત બ્રાન્ડ એમ્બેસેડર છે.હજુ સુધી તેમની નિર્ધારિત તારીખે હાજર થઈ નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -