રખિયાલ : શ્રી ગણેશ પાર્ક સોસાયટીમા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું.
ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકનાં મુખ્ય વેપારી મથક રખિયાલ સ્ટેશન ખાતે આવેલી શ્રી ગણેશ પાર્ક સોસાયટીમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવું છે..પાંચ દિવસ સુધી ભગવાન ગણેશજીની પૂજા,આરતી અને ભજન કિર્તનનું આયોજન કરાયું છે.છેલ્લા દિવસે સમગ્ર શ્રી ગણેશ પાર્ક સોસાયટીના તમામ સર્વે પરિવારો સામૂહિક ભોજન પ્રસાદ ગ્રહણ કરશે..ગણેશ મહોત્વસને સોસાયટીના તમામ મેમ્બર ખૂબ સહકાર આપીને સફળ બનાવવા ખૂબ યોગદાન આપ્યું છે..જેથી સોસાયટીના ચેરમેન,સેક્રેટરી,વહીવટ ચાજૅ સંભાળતા તમામ હોદ્દેદારોએ તમામનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.અને ગણેશ ચતુર્થીની સૌ પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી…
- Advertisement -
- Advertisement -