જુગારીઓ માટે કોઈ દયા નહીં! ઓનલાઈન ગેમિંગ બિલ લોકસભામાં પસાર, પકડાય તો 1 કરોડ રૂપિયાનો દંડ અને જેલ
લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે ‘ઓનલાઈન ગેમિંગ (પ્રમોશન અને નિયમન) બિલ, 2025’ ધ્વનિ મતથી પસાર થયું હતુ.આ બિલ ભારતના ઝડપથી વિકસતા ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રને કાયદાકીય માળખામાં લાવવા અને સટ્ટાબાજીના પૈસાથી થતી રમતો પર સંપૂર્ણપણે કડક કાર્યવાહી કરવા માટે લાવવામાં આવ્યું છે.પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આવા મહત્વપૂર્ણ બિલ પર ગૃહમાં કોઈ ચર્ચા થઈ ન હતી.
બિલ વિશે 3 ખાસ વાતો
બિલ રજૂ કરતી વખતે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશને સમજાવવાનો પ્રયાસ કર્યો કે,, સરકાર ગેમિંગની વિરુદ્ધ નથી.પરંતુ તે ફક્ત સટ્ટાબાજી અને જુગારની વિરુદ્ધ છે.તેમણે ગેમિંગ ક્ષેત્રને ત્રણ ભાગમાં વહેંચ્યું-
ઈ-સ્પોર્ટ્સ: આ કૌશલ્ય, વ્યૂહરચના અને પ્રેક્ટિસની રમતો છે.જેમ કે વ્યાવસાયિક ક્રિકેટ અથવા ચેસ. સરકાર તેને સમર્થન આપે છે.
સામાજિક રમતો: આ મનોરંજન અને શીખવા માટે રમાતી રમતો છે.જેમ કે લુડો અથવા કોઈપણ પઝલ ગેમ. સરકાર પણ આને પ્રોત્સાહન આપવા માંગે છે.
ઓનલાઈન મની ગેમ્સ: આ ત્રીજો અને સૌથી ખતરનાક પ્રકાર છે. મંત્રીએ કહ્યું કે આ રમતો વ્યસન, નાણાકીય કટોકટી અને છેતરપિંડીને પ્રોત્સાહન આપી રહી છે.આ સરકારનું વાસ્તવિક લક્ષ્ય છે.
આ ‘ગેમ’ કેટલી ખતરનાક છે?
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કઈ રમત કાયદેસર રહેશે અને કઈ ગેરકાયદેસર. બિલમાં આ માટે ‘લક્ષ્મણ રેખા’ દોરવામાં આવી છે.”કોઈપણ રમત જે પૈસા જમા કરીને અથવા કોઈપણ શરત મૂકીને રમાય છે અને જેમાં નાણાકીય વળતર (પૈસા જીતવાની) અપેક્ષા હોય છે.” તેને ‘ઓનલાઈન મની ગેમ’ ગણવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે હવે તે મહત્વનું રહેશે નહીં કે રમત કૌશલ્ય પર આધારિત છે કે તક પર. જો તેમાં પૈસા રોકીને પૈસા જીતવાનું તત્વ હશે.તો તે ગેરકાયદેસર હશે. બિલમાં આ વ્યાખ્યામાંથી ઈ-સ્પોર્ટ્સને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યું છે.
જો નિયમો તોડવામાં આવે તો જેલ અને ₹1 કરોડનો દંડ!
સરકારે આ કાયદો ખૂબ જ કડક બનાવ્યો છે. જેથી કોઈ તેને તોડવાની હિંમત ન કરી શકે. આવી પૈસાની રમતો ઓફર કરવા, ચલાવવા, સુવિધા આપવા, જાહેરાત કરવા અને તેનાથી સંબંધિત કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
- Advertisement -
- Advertisement -