સુરેન્દ્રનગર : લખતર હાઈવે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર, કાર સળગી જતા 7 લોકોનાં મોત
લખતરથી સુરેન્દ્રનગર તરફ જતી સ્વિફ્ટ ડિઝાયર અને હેરિયર વચ્ચે અકસ્માત સર્જાયો થયો હતો.. જેમાં સ્વિફ્ટ ડિઝાયર કાર સળગી જતા કારમાં સવાર 6 મહિલા અને 1 બાળક અને સામેની હેરિયર કારના ડ્રાઇવર સહિત 8ના મોત થયા છે. મોતના પગલે વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.અકસ્માતના પગલે ફાયર 108 પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
અકસ્માતના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, વઢવાણ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ,108,ફાયર, પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
- Advertisement -
- Advertisement -