26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

લોહી અને પાણી એકસાથે નહીં વહે, ભારત પરમાણુ બ્લેકમેઇલિંગ સહન નહીં કરે, PM મોદીનું પાકિસ્તાનને અલ્ટીમેટમ


ભારતએ તેના 79માં સ્વતંત્રતા દિવસની ઉજવી કરી.. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદીઓ અને તેમને પોષનારાઓ વચ્ચે કોઈ ફરક કરવામાં આવશે નહીં અને જો દુશ્મનો ભવિષ્યમાં કંઈ કરવાની હિંમત કરશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે પરમાણુ બ્લેકમેઇલિંગ સહન કરશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે મને ખૂબ ગર્વ છે કે મને ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરવાનો મોકો મળ્યો છે. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે જે રીતે સરહદ પારથી આતંકવાદીઓએ પહેલગામમાં લોકોનો નરસંહાર કર્યો, તેનાથી આખું ભારત ગુસ્સાથી ભરાઈ ગયું અને આખી દુનિયા ચોંકી ગઈ. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ એવું કર્યું જે ઘણા દાયકાઓથી થયું ન હતું. પાકિસ્તાનમાં વિનાશ એટલો મોટો છે કે તેમની ઊંઘ ઉડી ગઈ છે અને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

PM મોદીએ પાકિસ્તાન અને આતંકવાદીઓને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો દુશ્મનો ભવિષ્યમાં પણ આ પ્રયાસ ચાલુ રાખશે, તો આપણી સેના નિર્ણય લેશે. અમે હવે સેના દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યને, સેનાની શરતો પર, સેના દ્વારા નક્કી કરાયેલા સમયે અમલમાં મૂકીશું.PM મોદીએ કહ્યું કે ભારત સિંધુ જળ સંધિના વર્તમાન સ્વરૂપને સ્વીકારશે નહીં અને પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરની પરમાણુ ધમકીઓને પણ સહન કરશે નહીં. ભારતે નક્કી કર્યું છે કે હવે લોહી અને પાણી એકસાથે વહેશે નહીં.

વડાપ્રધાનએ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને ‘અન્યાયી અને એકતરફી’ ગણાવી હતી અને કહ્યું હતું કે સિંધુ નદીના પાણી પર ભારત અને તેના ખેડૂતોનો એકમાત્ર અધિકાર છે. આ સંધિથી ભારતમાં ખેતીને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આ સંધિને કારણે, સિંધુના પાણીનો ઉપયોગ આપણા દુશ્મનોના ખેતરોને સિંચાઈ માટે થાય છે. જ્યારે મારા દેશની જમીન અને મારા દેશના ખેડૂતો તરસ્યા રહે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -