25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ની જાહેરાત કરવામાં આવી


શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે રાજ્ય સરકારે વર્ષ 2025ના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક‘ની જાહેરાત કરી હતી. આ વર્ષે રાજ્યભરમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ 30 શિક્ષકોમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકો અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ થાય છે.

શિક્ષણ પ્રત્યે શિક્ષકોના યોગદાનને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ સન્માન આપવામાં આવે છે. જિલ્લા કક્ષાની સમિતિઓની ભલામણોના આધારે રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા આ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

આ પારિતોષિક 5 સપ્ટેમ્બર  2025 એટલે કે શિક્ષક દિવસના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શિક્ષણપ્રધાન કુબેરભાઈ ડીંડોર સહિતના મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરવામાં આવશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -