માણસા : ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રાજવી યોગરાજસિંહ રાઓલે જયરાજસિંહ પરમારને કહ્યું : તમે રાજપૂતોનો ખોટો ઇતિહાસ ના દર્શાવો
ગાંધીનગર જિલ્લાની માણસા કોલેજ ખાતે રાજપૂત સમાજના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ભાજપના નેતા જયરાજસિંહ પરમારે રાજપૂત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોવાનો આરોપ છે.તેમણે રાજપૂત સમાજના ઇતિહાસ અને વિરાસત વિશે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આરોપ લાગ્યો છે.માણસાના રાજવી પરિવારના યુવરાજ યોગરાજસિંહ રાઓલે જયરાજસિંહ પરમારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને તેમને રાજપૂત સમાજનો ખોટો ઇતિહાસ ન રજૂ કરવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી.
યોગરાજસિંહ રાઓલે કાર્યક્રમમાં હાજર રહેલા રાજપૂત સમાજના લોકો સમક્ષ જણાવ્યું, “ખોટી માહિતી ન આપો.તમે રાજપૂતોનો ઇતિહાસ ખોટો રજૂ ન કરો.” તેમણે જયરાજસિંહ પરમારના નિવેદનોને સમાજની અસ્મિતા અને ગૌરવ સામે અપમાનજનક ગણાવ્યા હતાં.તેઓએ કડક ભાષામાં તેમની ટીકા કરી હતી.યોગરાજસિંહે ભારપૂર્વક જણાવ્યું કે, રાજપૂત સમાજની વીરતા અને બલિદાનનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે..અને તેની સાથે ચેડાં સહન કરવામાં આવશે નહીં.
જ્યારે જયરાજસિંહ પરમાર સ્ટેજ ઉપર ઉભા રહીને પોતાના સમાજ વિશે વાત કરી રહ્યાં હતા. તે સમયે જ તેમની વાતને વચ્ચે રોકીને જ તેમને ખોટો ઇતિહાસ રજૂ ન કરવા માટે કહેવામાં આવ્યું હતુ.
જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, તેઓ મુખ્ય વક્તા તરીકે માણસા કોલેજના કાર્યક્રમમાં હાજર હતા ત્યારે પોતાના ભાષણમાં તેમને 5000 વર્ષ જૂના ઇતિહાસની વાત કરી હતી.. અને કહ્યું કે, ભારત સોનાની ચીડિયા કહેવાતો હતો..પરંતુ કુસંપ, અંધશ્રદ્ધા અને વધુ પડતી ધાર્મિકતા તેમજ વર્ણવ્યવસ્થાના કારણે આપણે ગુલામ બન્યા જયરાજસિંહના મતે આ વર્ણવ્યવસ્થા ના કારણે માત્ર ક્ષત્રિયોના ભાગે જ લડવાનું આવ્યું હતું..જેનાથી તેમની સંખ્યા ઓછી થતી ગઈ અને આખરે દેશ ગુલામ બન્યો હતો.
- Advertisement -
- Advertisement -