35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

દેશમાં એશિયાઈ સિંહોની સંખ્યા વધી, પાંચ વર્ષમાં 32 ટકાનો વધારો; સરકારે જાહેર કર્યા આંકડા


ભારતમાં એશિયાઈ સિંહોની સંખ્યામાં વધારો થયો છે. સરકારે રવિવારે વિશ્વ સિંહ દિવસ પર 16મો સિંહ વસ્તી અહેવાલ બહાર પાડ્યો છે..આ અહેવાલમાં જણાવાયું કે, છેલ્લા 5 વર્ષમાં દેશમાં એશિયાઈ સિંહોની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. ત્યારબાદ દેશમાં એશિયાઈ સિંહોની સંખ્યા 891 થઈ ગઈ છે.

2025 માં દેશમાં એશિયાઈ સિંહોની સંખ્યા વધીને 891 થઈ

રિપોર્ટ મુજબ, બરડા વન્યજીવન અભયારણ્ય, જેતપુર અને આસપાસના વિસ્તારો, બાબરા જસદણ અને આસપાસના વિસ્તારો સહિત કુલ નવ સ્થળોએ એશિયાઈ સિંહોની સંખ્યા 497 જોવા મળી છે. તે જ સમયે, કોરિડોર વિસ્તારમાં પહેલીવાર 22 એશિયાઈ સિંહો મળી આવ્યા છે. આ ગણતરી સેટેલાઇટની મદદથી કરવામાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે ‘ભારતને એશિયાઈ સિંહોનું ઘર હોવાનો ખૂબ ગર્વ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે 2015 માં 523 સિંહ હતા.. ત્યારે 2025 માં તેમની સંખ્યા વધીને 891 થઈ ગઈ છે. અમને આ બાબતમાં જબરદસ્ત સફળતા મળી છે. વિશ્વ સિંહ દિવસ પર, અમે અમારા સિંહોને બચાવવાનો સંકલ્પ લઈએ છીએ.’

અમરેલીમાં સૌથી વધુ સિંહો

છેલ્લા દાયકામાં દેશમાં સિંહોની સંખ્યામાં 70 ટકાનો વધારો થયો છે. હાલમાં ગુજરાતના અમરેલીમાં સૌથી વધુ એશિયાઈ સિંહો છે.જેમાં લગભગ 82 પુખ્ત નર અને 117 પુખ્ત માદા સિંહો અને 79 બચ્ચાનો સમાવેશ થાય છે. મિતીયાળા વન્યજીવન અભયારણ્યમાં સિંહોની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો છે. ત્યારબાદ ભાવનગર મુખ્ય ભૂમિ અને દક્ષિણ પૂર્વીય દરિયા કિનારાનો ક્રમ આવે છે. જો કે, ગિરનાર વન્યજીવન અભયારણ્ય અને ભાવનગર દરિયા કિનારાના વિસ્તારો સહિત કેટલાક વિસ્તારોમાં પણ સિંહોની સંખ્યામાં ઘટાડો થયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -