23.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

તલોદ નગરપાલિકા ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી


સાબરકાંઠાની તલોદ નગરપાલિકા ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર દ્વારા સૌ મહેમાનો અને પદાધિકારીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીના ચંપાદીદી દ્વારા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવામાં આવ્યું હતું અને ત્યારબાદ શહેર ભાજપ હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો અને સ્ટાફને કુમ કુમ તિલક કરી રાખડી બાંધી તેમની રક્ષા અને વ્યસન મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર, ચીફ ઓફિસર સાવીબેન સોની, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા કોર્પોરેટર પ્રકાશસિંહ ઝાલા, મુકેશભાઈ પટેલ, દિલીપકુમાર ચૌધરી, હરેશભાઈ ચૌધરી, ગુણવંતસિંહ સોલંકી, પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ ચાવડા, તલોદ શહેર ભાજપ કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા, એસ.સી મોરચાના પ્રમુખ દિલીપભાઈ ધાનેક, પૂર્વ શહેર ભાજપ મંત્રી કાંતિભાઈ પ્રજાપતિ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

રક્ષાબંધન એ માત્ર એક દોરાનું બંધન નથી તે ભાઈ બહેનના એકબીજા પ્રત્યેના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષણાત્મક દોરો રાખડી બાંધે છે. જે શુદ્ધ પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. રાખડી બાંધતી વખતે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -