ભુજ : તાલુકા પંચાયતનો ગ્રામ સેવક દર્શન પટેલ રૂપિયા 40,000ની લાંચ લેતા ઝડપાયો
ભુજ તાલુકા પંચાયત, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)નો ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ રૂ.40,000 ની લાંચ લેતા ACBની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.જ્યારે ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત) વિશાલ ભરતભાઈ જોષી સામે ગુનો નોંધવામાં આવ્યો છે
આ કેસની વિગત મુજબ ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓની મકાન બનાવવા સારૂ મળવાપાત્ર સહાયની અરજી ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરી હતી.જે અરજી સહાય બાબતે આ કામના ફરિયાદીએ આરોપી વિશાલ ભરતભાઈ જોષી, ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત)ને રૂબરૂ મળતા તેઓએ આ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા સારૂ રૂ.40,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર લાંચની રકમ બાબતે વિશાલ જોષીએ દર્શન વિષ્ણુભાઈ પટેલ (ગ્રામ સેવક)ને મળવા જણાવ્યું હતું.
બીજી તરફ ફરિયાદી ગેરકાયદેસર લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેઓએ ભુજ ACBનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપી હતી.. જેને આધારે તાલુકા પંચાયત કચેરી, ભુજ ખાતે ગોઠવેલા લાંચના છટકાં દરમિયાન આરોપી વિશાલ જોષીએ ફરિયાદીને ફોન પર દર્શન પટેલને મળી આ લાંચની રકમ આપી દેવા જણાવ્યું હતું. જેમાં દર્શન પટેલ લાંચના છટકા દરમિયાન રૂ.40,000 આરોપી વિશાલ જોષી વતી માંગી ઝડપાઈ ગયો હતો.
- Advertisement -
- Advertisement -