બનાસકાંઠા: પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ પરિવારના સભ્યો માટે દેવદૂત સાબિત થઈ

કેટલાક કિસ્સાઓમાં તબીબોની બેદરકારી તેમજ ખોટા રિપોર્ટના આધારે દર્દીઓને દુખ અલગ હોવા છતાં પણ અલગ પ્રકારની દવાઓ કરી દર્દી તેમજ તેમના અભણ ગામડાઓના સ્નેહીજનોને પોતાના નજીવા સ્વાર્થ ખાતર કોઇ દર્દીના જીવન સાથે ચેડાં કરતાં હોવાના બનાવો સામે આવતા હોય છે તાજેતરમાં મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રૂપાલ ગામના77 વર્ષીય દાદીને પીઠ તેમજ પેટના ભાગે સતત અસહ્ય દુઃખાવો થવો ભૂખ ના લાગવી ઊલટી થવી ઘાટો પેશાબ સામાન્ય રીતે શરૂઆતના તબક્કામાં આ પ્રકારે લક્ષણો જોવા મળ્યા હતા. પરિવારના સભ્યો દ્વારા પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા જ્યાં ફરજ પરના સર્જરી વિભાગના ડૉક્ટર કલ્પેશ પટેલ દ્વારા રિપોર્ટના આધારે સ્વાદુપિંડમાં કેન્સરની ગાંઠ હોવાનું જણાવેલ ત્યારે પરિવારજનો દ્વારા આ પ્રકારે સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે 77 વર્ષીય દાદીને પેટના ભાગે રહેલી પથરી કાઢી સ્ટેન્ડ મૂકી દસ દિવસની લાંબી સારવારના રજા આપવામાં આવી હતી. અને એક મહિના અંતે સ્ટેન્ડ દૂર કરવાં માટે ફરીવાર અમદાવાદ જવા જણાવ્યું હતું. તે સમયે ખાનગી હોસ્પિટલના તબીબે સ્ટેન્ડ દૂર કરી પેટના ભાગે બીજું ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવેલ ત્યારે પરિવારે ઓપરેશન માટેની સહમતી આપવામાં ના આવતા હતાશ બનેલા પરિવારે લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું છતાં નક્કર પરિણામ ન મળતા આખરે નાસીપાસ થયેલા પરિવાર ઘરે ગયો હતો. ત્યારબાદ થોડાક દિવસ બાદ ઘરે હતા તે સમયે અચાનક પેટના ભાગે દુખાવો ઊપડતાં તાત્કાલિક પોતાના વતન વડગામ તાલુકાના રૂપાલ ગામેથી સવારે નવ વાગ્યાના સમયે રિક્ષા મારફતે પાલનપુર બનાસ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉક્ટરને સારવાર માટે મળ્યા હતા. જ્યાં વિભાગના ડૉક્ટર દ્વારા અગાઉના તમામ રિપોર્ટ જોયા બાદ દર્દીને દાખલ કરવાની ફરજ પડતાં દાખલ કરી દવાઓ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે નવીન રિપોર્ટ કરવામાં આવ્યા હતા. અગાઉ કરેલા બાયોપ્સી રિપોર્ટના આધારે સ્વાદુપિંડના ભાગે કેન્સરની ગાંઠ હોવાનું માલૂમ પડતાં તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડતાં ડૉક્ટર દ્વારા આગામી સમયમાં આ ગાંઠ વિકરાળ સ્વરૂપ ધારણ ના કરે તે પેહલા તેને સર્જરી કરી કાઢી નાખવાની વાત કરવામાં આવતા દર્દી અને તેમના સગાઓ દ્વારા સહમંતી આપવામાં આવી હતી.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડો. કલ્પેશભાઈ પટેલ,ડો.જય પટેલ, ડો સાર્થક શર્મા,ડો. રેખા ચૌધરી સહિત ડૉક્ટર ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યાના ચાર દિવસ બાદ સ્વાદુપિંડમાં રહેલી કેન્સરની જટિલ ગણાતી ગાંઠનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્વાદુપિંડનો ભાગ પિતાશય અને નાના આંતરડાંનો ભાગ કાઢી જઠર અને સ્વાદુપિંડ તેમજ પિતાશયની નળી સાથે ફરી નાના આંતરડાને સાથે જોડવાનું ઓપરેશન (whipple surgery)આઠ કલાકની ભારે જેહમત બાદ કરવામાં આવ્યું હતું. 77 વર્ષીય દાદીમાને પેટની પીડામાંથી મુક્તિ મળતા પરિવારે પણ રાહતનો શ્ર્વાસ લઈ ડૉક્ટર તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. પંદર દિવસની લાંબી સારવારના અંતે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે ની;શુલ્ક કરાઇ.
બનાસ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી એકમાત્ર ભારતભરની શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક અધતન મોડ્યુલર ઓપરેશન થિયેટર સહિતના વિભાગોમાં બનાસડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રીમાંન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અધતન પ્રકારે મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર દરમિયાન દિવસમાં એક હજારથી પણ વધારે લોકોને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે તબીબી સારવારમાં મોખરે છે.
- Advertisement -
- Advertisement -